Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ટ્રમ્પ પર મહાભિયોગ પ્રસ્તાવ પાસ

અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટીવમાં પાસઃ મોટાભાગના સાંસદોએ પ્રસ્તાવના પક્ષમાં વોટીંગ કર્યુઃ વિપક્ષી ડેમોક્રેટીવ પક્ષના બહુમતીવાળા ગૃહમાં પ્રસ્તાવના પક્ષમાં ૨૩૦ તથા વિરોધમાં ૧૯૭ વોટઃ હવે ઉપલા ગૃહ સેનેટમાં મહાભિયોગ ચાલશેઃ જયાં ટ્રમ્પનો પક્ષ બહુમતીમાં

વોશિંગ્ટન – સત્ત્।ાનો દુરુપયોગ કરવા અને કોંગ્રેસ (અમેરિકી સંસદ)ની કામગીરીમાં અડચણ ઊભી કરવાના ગુનાસર સંસદના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ સભા)એ ગઈ કાલે રાતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈમ્પીચ કર્યા છે. સત્તાના દુરુપયોગ બદલ ટ્રમ્પને ઈમ્પીચ કરવા અંગેના મુદ્દે લેવાયેલા મતદાનમાં ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો જયારે ૧૯૭ જણે વિરુદ્ઘમાં મત આપ્યો હતો.

બીજો મુદ્દો હતો કોંગ્રેસની કામગીરીમાં અવરોધ પેદા કરવાનો. એની પર થયેલા મતદાનમાં ૨૨૯ મત ટ્રમ્પની વિરુદ્ઘમાં પડ્યા હતા અને ૧૯૮ એમની તરફેણમાં પડયા હતા.

અમેરિકાના ઈતિહાસમાં ઈમ્પીચમેન્ટ એ સૌથી શરમજનક રાજકીય પ્રકરણ કહેવાય છે.

ટ્રમ્પ વિરુદ્ઘ મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ) કાર્યવાહી ચલાવવી કે નહીં એ મુદ્દે પ્રતિનિધિઓની સભામાં મતદાન કરવામાં આવ્યું હતું. એમાં ડેમોક્રેટિક પક્ષના ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો જયારે ૧૯૭ જણે વિરુદ્ઘમાં મત આપ્યો હતો. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.

અમેરિકાના ઈતિહાસમાં હજી સુધી કોઈ પણ અમેરિકી પ્રમુખને મહાભિયોગની પ્રક્રિયા મારફત પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં માત્ર બે જ વખત પ્રમુખને મહાભિયોગ સામે જવું પડ્યું છે.

ગઈ કાલે અમેરિકી સંસદના પ્રતિનિધિઓનાં ગૃહમાં તમામ ડેમોક્રેટિક સભ્યોએ ટ્રમ્પને ઈમ્પીચ કરવા માટે મત આપ્યો હતો.

હવે આ પ્રસ્તાવ સંસદના બીજા ગૃહ, સેનેટમાં રજૂ કરવામાં આવશે જયાં સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ મુકદ્દમાનું પ્રમુખપદ સંભાળશે.

૧૦૦-સભ્યોની સેનેટમાં શાસક રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવનો પરાજય થશે અને ડેમોક્રેટિક પાર્ટી કદાચ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવી નહીં શકે.

સેનેટમાં શાસક પક્ષના નેતા મિચ મેકકોનેલે કહ્યું છે કે તેઓ આવતા વર્ષના આરંભમાં ઈમ્પીચમેન્ટ કાર્યવાહી શરૂ કરાવશે. ટ્રમ્પને કસુરવાર ઠેરવવા માટે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં બે-તૃતિયાંશ બહુમતીની જરૂર પડે.

પ્રતિનિધિ સભાનાં સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પના બેજવાબદાર પગલાંને કારણે એમનું ઈમ્પીચમેન્ટ કરવાની જરૂર પડી છે એ દુર્ભાગ્યની વાત કહેવાય. ઈમ્પીચ કર્યા સિવાય એમણે અમારા માટે કોઈ વિકલ્પ જ છોડયો નહોતો.

ભારતીય અમેરિકન કોંગ્રેસીજન રાજા કૃષ્ણમૂર્તિએ એક ઈમેલ દ્વારા એમના સમર્થકોને કહ્યું હતું કે હું હમણાં જ ગૃહમાંથી બહાર નીકળ્યો છું અને મેં પ્રમુખ ટ્રમ્પને ઈમ્પીચ કરવા માટે મત આપ્યો છે. ટ્રમ્પે સત્ત્।ાનો દુરુપયોગ કર્યો હતો. એમણે આપણી લોકશાહીને ખતરામાં મૂકી દીધી હતી અને કોંગ્રેસના કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો. એમણે આપણી ચૂંટણી પ્રક્રિયા તથા રાષ્ટ્રીય સલામતીને દાવ પર મૂકી દીધી હતી.

(11:02 am IST)