Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અભિનેતા અક્ષય કુમારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી

પ્રેક્ષકોને મનોરંજક સિનેમા કેવી રીતે પહોંચાડવા તે અંગે ચર્ચા કરી

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ઉપરાષ્ટ્રપતિ સાથે સિનેમાના માધ્યમ પર પણ વાત કરી છે. પ્રેક્ષકોને મનોરંજક સિનેમા કેવી રીતે પહોંચાડવા તે અંગે પણ ચર્ચા કરી હતી.

   અક્ષય કુમારની બેઠકનો ફોટો ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર આજકાલ તેમની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝને લઈને ખાસ્સા ચર્ચામાં છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે

(8:54 am IST)