Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ફેંક્યો પડકાર : હિંમત હોય તો દુષ્કર્મના મુદ્દા પર બોલી બતાવે

દેશની સમસ્યા પર મોદી સરકાર ચુપકિદી સાધી લીધી

નવી દિલ્હી : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઝારખંડના પાકુડમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ આ રેલીમાં પીએમ મોદીને પડકાર ફેંકતા જણાવ્યું કે હિંમત હોય તો તેઓ દુષ્કર્મના મુદ્દા પર બોલી બતાવે. પીએમ મોદી દ્વારા કોંગ્રેસને આપેલા પડકાર સામે પ્રિયંકાએ પીએમ મોદીને પડકાર આપ્યો હતો.

   તેમણે કહ્યું કે તમે દેશના વડાપ્રધાન છો કે પછી ભાગલાના વડાપ્રધાન છો. દેશની સમસ્યા પર મોદી સરકાર ચુપકિદી સાધી લીધી છે. તેમનું કામ બસ લોકોને લડાવવાનું રહી ગયું છે.

   નાગરીકતા કાયદા અને એનઆરસીના નામે ભાજપ લોકોમાં ભાગલા પાડી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે હું વડાપ્રધાનને પડકાર આપું છું કે હિંમત હોય તો સીએનટી-એસપીટી પર બોલો. દુષ્કર્મ પર બોલો. બેરોજગારી પર બોલો.

(8:54 am IST)