Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

એલઓસી પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે : ભારતીય સેના સ્થિતિનો સામનો કરવા તૈયાર:આર્મી ચીફનું મોટું નિવેદન

પાકિસ્તાન એવો દેશ છે કે જે આપમેળે જ ખતમ થઇ જશે

 

નવી દિલ્હી : પાકિસ્તાન સાથેની લાઇન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસી પર કોઇ પણ સમયે સ્થિતિ બગડી શકે છે.. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે વાતની આશંકા દર્શાવી છે.. તેમણે કહ્યું ભારતીય સેના આવી કોઇ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર છે..

 ઓગષ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવ્યા બાદ સરહદ પર પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની ઘટનામાં થયેલા વધારા વચ્ચે સેના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે.

  તેમણે કહ્યું એલઓસી પર સ્થિતિ બગડી શકે છે ત્યારે આપણે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.. પહેલા એક ટીવી ચેનલના કાર્યક્રમમાં આર્મી ચીફે જણાવ્યું હતુ કે પાકિસ્તાનને નિયંત્રીત કરવાની જરૂરિયાત નથી.. કારણ કે પાકિસ્તાન એવો દેશ છે કે જે આપમેળે ખતમ થઇ જશે

   અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું કે ઓગસ્ટ 2019 થી ઓક્ટોબર 2019 ની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની 950 ઘટનાઓ બની છે.

(9:48 pm IST)