Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભારતમાંથી અંધાપો દૂર કરવા ૧૯૯૮ની સાલથી કાર્યરત ''સંકારા આઇ ફાઉન્ડેશન''ની સિધ્ધીઃ ૨૦૧૯ની સાલમાં વિનામૂલ્યે ર લાખ ઓપરેશન કરી આપવાનો લક્ષ્યાંક પૂર્ણઃ ૨૦૩૦ની સાલ સુધીમાં ૧ મિલીઅન ઓપરેશનનો ટારગેટ

વોશીંગ્ટનઃ ભારતમાંથી અંધાપો દૂર કરવા માટે ૧૯૯૮ની સાલથી કાર્યરત સંકારા આઇ ફાઉન્ડેશનએ ૨૦૧૯ની સાલ સુધીમાં આંખના લાખ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવાનો લક્ષ્યાંક સિધ્ધી કર્યો છે. આ માટે તેમણે અન્ય ઓર્ગેનાઇઝેશન્શ કે જે આ ક્ષેત્રે કાર્યરત છે તેમની સાથે સંયુકત કામગીરી બજાવી હતી.

આ કામગીરી અંતર્ગત બિહારમાં અખંડ જયોતિ સાથેના સહયોગથી હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે. તેમજ આગામી દિવસોમાં ૪ લાખ વિનામૂલ્યે આંખના ઓપરેશન કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવાની ચેલેન્જ કરી છે. તેમજ ૨૦૩૦ સુધીમાં વિનામૂલ્યે ૧ મિલીઅન ઓપરેશન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જે માટે ઇંદોર તથા મુંબઇમાં ૨૦૨૦ની સાલ સુધીમાં અને હૈદ્દાબાદ તથા બિહારમાં ૨૦૨૧ની સાલ સુધીમાં નવી હોસ્પિટલોનું નિર્માણ થઇ જશે

(8:57 pm IST)