Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

૨૬ વર્ષીય ઇન્ડિયન અમેરિકન યુવાન કેવિન ઓલિકલએ ઇલિનોઇસ એસેમ્બલીમાં ઉમેદવારી નોંધાવીઃ જો ચૂંટાઇ આવે તો ઇલિનોઇસ હાઉસમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિનો વિક્રમ સમર્જ સર્જાશે

ઇલિનોઇસઃ ૨૬ વર્ષીય ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી કેવિન ઓલિકલએ ઇલિનોઇસના ૧૬મા ડીસ્ટ્રીકટમાંથી ડેમોક્રેટ પ્રતિનિધિ તરીકે એસેમ્બલીમાં ઉમેદવારી નોંધાવી છે.

ભારતના કેરાળાના વતની શ્રી કેવિન ૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ યોજાનારી પ્રાઇમરી ચંુટણીમાં મુકાબલો કરશે તથા છેલ્લે નવેં.માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વિજેતા બનશે તો ઇલિનોઇસ લેજીસ્લેટર હાઉસમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકે સ્થાન મેળવશે.

તે ટેકસ પોલીસી પબ્લીક ફંડ, એજ્યુકેશષન તેમજ હેલ્થકેર ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવા માંગે છે. તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને જવાબ આપવા બંધાવેલા છે તેવું માને છે.

(8:24 pm IST)