Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

યુ.કે.સ્થિત ભારતીય મૂળના બિલ્ડરને આજીવન કેદઃ સહાયક બિલ્ડરની હત્યા કરવાનો આરોપ પૂરવાર

લંડનઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના બિલ્ડર ૩૯ વર્ષીય સુલાખન સિંઘને યુ.કે.કોર્ટએ આજીવન કેદની સજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે તેના ઉપર તેની સાથેના બિલ્ડર સુખવીન્દર સિંઘની હત્યાનો આરોપ હતો. ઉપરાંત જાહેરમાં ધારદાર હથિયાર રાખવાનો પણ આરોપ હતો. જે માટે પણ તેને ૩ વર્ષ અને ૬ માસની સજા ફરમાવાઇ છે.

હત્યાનો બનાવ ર જુલાઇના રોજ બન્યો હતો.

 

(8:22 pm IST)