Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

''પિટસબર્ગ ટોપ ૫૦ બિઝનેસ લીડર્સ ૨૦૧૯'': ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક ગુપ્તાએ સતત બીજા વર્ષે સ્થાન મેળવ્યું

પિટસબર્ગઃ ''પિટસબર્ગના ટોપ ૫૦ બિઝનેસ લીડર્સ ૨૦૧૯''ની યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક ગુપ્તાએ સતત બીજા વર્ષે પણ સ્થાન હાંસલ કર્યુ છે.

શ્રી ગુપ્તા માસ્ટેક ડીજીટલ ઇન્કનાના પ્રેસિડન્ટ તથા ceo છે જેઓને પેન્સિલવેનિયા રીજીયનના આર્થિક તથા સામાજીક વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ ઉપરોકત સ્થાન અપાયુ છે. આ સ્થાન મળવા બદલ શ્રી ગુપ્તાએ ખુશી વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની સાલથી દર વર્ષ ૫૦ સ્માર્ટ એવોર્ડ  આપવામાં આવે છે.

(8:21 pm IST)