Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સાયન્સ તથા એન્જીનીઅરીંગ વિષય ઉપર સૌથી વધુ પુસ્તકો પ્રકાશિત કરનાર વિશ્વના દેશોમાં ભારત ત્રીજા ક્રમેઃ પ્રથમ ક્રમે ચીન તથા બીજા ક્રમે અમેરિકા

વોશીંગ્ટનઃ અમેરિકાએ તાજેતરમાં પ્રસિધ્ધ કરેલા અહેવાલ મુજબ વિજ્ઞાન તથા એન્જીનીઅરીંગ વિષય ઉપર પ્રસિધ્ધ કરાતા પુસ્તકો માટે ભારત દેશ વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ આ બાબતે ચીન પ્રથમ ક્રમે છે તથા અમેરિકા બીજા ક્રમે છે. તેવું અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના અહેવાલમાં જણાવાયું છે. જે મુજબ ઉપરોકત ક્ષેત્રે પ્રસિધ્ધ થતા પુસ્તકોમાં એકલા ચીનનું પ્રમાણ ૨૦.૬૭ ટકા છે. જે સૌથી વધુ છે. જેણે ૨૦૧૮ની સાલમાં ૫ લાખ ૨૮ હજાર પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે.

વિશેષમાં જણાવાયા મુજબ ભારતમાં ૨૦૧૮ની સાલમાં ૧ લાખ ૩૫ હજાર પુસ્તકો પ્રસિધ્ધ થયા હતા. જે ૫.૩૧ ટકાનું પ્રમાણ ધરાવે છે. જયારે ૪ લાખ રર હજાર પુસ્તકોના પ્રકાશન સાથે અમેરિકા બીજા ક્રમે છે.

વિજ્ઞાન તથા એન્જીનીઅરીંગ ક્ષેત્રે પુસ્તક પ્રકાશનમાં ટોપ ટેન દેશો તરીકે સ્થાન ધરાવનાર અન્ય દેશોમાં જર્મની, જાપાન, બ્રિટન, રૂસ, ઇટાલી,દક્ષિણ કોરીઆ, તથા ફ્રાંસનો સમાવેશ થાય છે.

(8:20 pm IST)