Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટેની ફીમાં ૮૩ ટકાનો વધારો સૂચવાયોઃ હાલની ૬૪૦ ડોલર ફી વધારી દઇ ૧૧૭૦ ડોલર વસુલવા USCISની ભલામણઃ ઠેર ઠેરથી વિરોધ વંટોળ

વોશીંગ્ટનઃ યુ.એસ.સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીઝ (USCIS)એ સીટીઝનશીપ માટે કરવાની થતી અરજીની ફીમાં ૮૩ ટકાનો વધારો સૂચવ્યો છે. જે હાલની ૬૪૦ ડોલરથી વધીને ૧૧૭૦ ડોલર થવા જાય છે.

ઉપરાંત ડીફર્ડ એકશન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ (DACA) હેઠળ આવતા લોકો માટે પણ રીન્યુઅલ ફી ૪૯૫ ડોલરથી વધારી ૭૬૫ ડોલર સૂચવાઇ છે.

આશ્રિતો માટે પણ ૫૦ ડોલર ફી લેવાનું સૂચવાયુ છે.

તેમજ L-1 વીઝા ધારકો માટેની અરજી સાથે મોકલવાની થતી ફીમાં ૭૭ ટકાનો વધારો સૂચવાયો છે જે ૪૬૦ ડોલરથી વધીને ૮૧૫ ડોલર થઇ શકે છે.

ઇન્ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલએ ઉપરોકત વધારાનો વિરોધ કર્યો છે.

(8:18 pm IST)