Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અંતરિક્ષથી સરહદોની દેખભાળઃ ઇસરોની હરણફાળ

હવે દુશ્મનોની ખેર નથીઃ ભારતીય સરહેદ સુરક્ષા બમણી થશે સરહદની સુરક્ષા માટે ઉપગ્રહો મહત્વના સાબિત થશેઃ ૨૫ નવેમ્બર થશે લોન્ચ

નવી દિલ્હી તા. ૧૯ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) હવે અર્થ ઓબ્ઝર્વેશન / સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેમાં પ્રથમ આગામી રપ નવેમ્બરે અને બીજો ર ડીસેમ્બરે લોન્ચ કરાશે. આ સેટેલાઇટસને સરહદી સુરક્ષા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.

આ સિવાઇ પીએસએવી રોર્કેટ દ્વારા ૩ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નૈનો સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ પણ છોડવામાં આવશે.

રપ નવેમ્બરે સવારે ૯ અને ર૮ મિનિટે પીએસએલવી, સી.-૪૭ રોકેટ દ્વારા આ ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવશે.

જેમાં થર્ડ જનરેશનનો અર્થ ઇમેજીંગ સેટેલાઇટ કાર્ટોસેટ-૩ અને અમેરિકાના ૧૩ કોમર્શીયલ ઉપગ્રહો પણ છોડવામાં આવશે.

કાર્ટસેટ-૩ને પૃથ્વીથી પ૦૯ કી.મી.દૂર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

એ પછી ઇસરો  રીસૈટ-ર બીઆર વન અને રીસૈટ ર બીઆર ટુ, એમ બે જાસુસી/સર્વેલાન્સ સેટેલાઇટ લોન્ચ કરશે.

પીએસએલવી ૪૮ અને સી ૪૯ ની મદદથી ડિસેમ્બરમાં શ્રી હરિકોટાથી આ બે ઉપગ્રહ લોન્ચ થશે.

આ વર્ષમાં બધા જ સેટેલાઇટ લશ્કરી ઉદેશ્યથી જ છોડવામાં આવ્યા છે.

(11:13 am IST)