Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૨૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ના

‘‘'ના ફુવારા ઉપર પત્‍થર મુકવા બરાબર છે. ફુવારાને દબાવવામાં આવ્‍યો છે અને એ ફુવારો તમે છો. નાથી તમે અપંગ અને લકવાગ્રસ્‍ત થઇ જાવ છો'

‘‘ના''ના પત્‍થર ઉપર પ્રહાર કરવાનું ચાલુ રાખો અને એક દિવસ પત્‍થર તમને રસ્‍તો આપી દેશે અને જયારે તે થશે ત્‍યારે એક પ્રમાણીત ‘‘હા''નો ઉદ્દભવ થશે હું હા નો ઢોંગ કરવાનું કહેતો નથી. અથવા હા અંદરથી નથી આવતી છતા પણ કરવાનું કહેતો નથી જો તે નથી થતુ તો પણ કઇ ચીંતા કરવા જેવું નથી. પત્‍થર ઉપર પ્રહાર કરવાનું ચાલુ રાખો.

ના નો સ્‍વીકાર નહી કરો કારણ કે વ્‍યકિતના  સાથે ના જીવી શકે ના સાથે તમે વધારે અને વધારે દુઃખ ઉત્‍પન્‍ન કરશો ના નર્ક બરાબર છે. હા જ સ્‍વર્ગની નજીક લાવે છે. અને જયારે તમારી અસ્‍તીત્‍વમાંથી વાસ્‍તવીક હા નીકળશે ત્‍યારે બધુ જ પાછળ રહી જશે આ હા સાથે તમે એક થઇ જશો અને તમારી બધી જ ઉર્જા ઉપર જવા લાગશે અને કહેશે હા.હા.હા.

‘‘આમીન'' શબ્‍દનો આ જ અર્થ છેદરેક પ્રાર્થના આમીનની ખૂબજ નજીક હોવી જોઇએ તેનો અર્થ છે હા.હા.હા. પરંતુ તે તમારા અંતરમાંથી આવવુ જોઇએ, મનમાથી નહી. તે ફકત વિચારમાં ના હોવું જોઇએ હું તે કહેવાનું કહે તો નથી.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:47 am IST)