Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આપણી બહેનોને સપોર્ટ કરવાનો સમય છે’:ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના પર સોનુ સૂદનું દર્દ છલકાયુ

અભિનેતા સોનુ સૂદે ટ્વિટ કરીને લોકોને અપીલ કરતા કહ્યું છે કે આ સમય આપણી બહેનોની સાથે ઉભા રહેવાનો છે. જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું.

મુંબઈ : અભિનેતા સોનુ સૂદ એક એવો બોલિવૂડ એક્ટર છે જે દેશમાં થઈ રહેલા દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. એક મજબૂત એક્ટરની સાથે સાથે તે સમગ્ર દેશવાસીઓના મસીહા પણ છે. કોરોના વાયરસના દરમિયાન સોનુ સૂદે જે રીતે લોકોની મદદ માટે હાથ લંબાવ્યો હતો, લોકો તેની પૂજા કરવા લાગ્યા છે. હાલમાં જ એક્ટરે પંજાબના મોહાલી જિલ્લામાં ચંદીગઢ યુનિવર્સિટી સાથે સંબંધિત એમએમએસ કૌભાંડ વિશે ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લોકોને અપીલ કરી છે કે આ સમય આપણી બહેનોની સાથે ઉભા રહેવાનો છે.

સોનુ સૂદે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા લખ્યું છે કે ‘જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ સાથે, એક્ટરે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જવાબદારીપૂર્વક વર્તન કરવા વિનંતી કરી. એટલું જ નહીં તેમને લોકોને અપીલ કરતા કહ્યું કે આ સમય અમારી બહેનોની સાથે ઉભા રહેવાનો છે. એક જવાબદાર સમાજનું ઉદાહરણ સ્થાપિત કરો.

આ મામલામાં પોલીસે કહ્યું કે લુધિયાણા-ચંદીગઢ રોડ પર સ્થિત ચંદીગઢ યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓએ આ અફવાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ઘણી વિદ્યાર્થિનીઓના કેટલાક આપત્તિજનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. સમાચાર મુજબ મોટી સંખ્યામાં પોલીસ દળો પણ ઘટનાસ્થળે તહેનાત છે.

 

(12:00 am IST)