Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

IAS અપૂર્વ ચંદ્રાને કેન્દ્રીય માહિતી સચિવ તરીકે નિયુક્ત કરાયા

1988 ની મહારાષ્ટ્ર કેડરના IAS છે અપૂર્વ ચંદ્રા: હાલમાં શ્રમ અને રોજગાર સચિવ કાર્યરત હતા

  નવી  દિલ્હી : 1988 ની મહારાષ્ટ્ર કેડરના IAS અપૂર્વ ચંદ્રાની કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્તી કરાઈ છે. કેબિનેટની નિયુક્તી પરની સમિતીએ તેમની નિમણૂંકને લીલીઝંડી આપી દીધી છે.

માહિતી અને પ્રસારણ સચિવની નિયુક્તી પહેલા IAS અપૂર્વ ચંદ્રા શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતા.

શ્રમ અને રોજગાર સચિવ પહેલા અપૂર્વ ચંદ્રા સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ ખરીદી વિભાગમાં સ્પેશિયલ ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. સ્પેશિયલ ડિરેક્ટર પદે રહીને તેમણે સંરક્ષણ ખરીદીમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં તેમનું ઘણું યોગદાન છે.

સિવિલ એન્જિનિયર, ચંદ્રાએ IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની સ્નાતકની ડિગ્રી મેળવી. ચંદ્રાએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સાત વર્ષથી વધુ સમય ગાળ્યો છે.

તેઓ ઉદ્યોગોને ઇંધણ પુરવઠો, પુરવઠો લોજિસ્ટિક્સ, પરિવહન, ઇંધણ ઉત્પાદનોના સંગ્રહ અને વિતરણ વગેરે સંબંધિત નીતિઓ ઘડવામાં સામેલ રહ્યા છે.

(12:59 am IST)