Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કાબુલમાં અમેરિકન વિમાનમાંથી પડી ગયેલા લોકોના લોહીથી લથપથ મૃતદેહો ઘરની છત પરથી મળી આવ્યા

એક ડો.સફીઉલ્લાહ હોતક અને બીજો ફિદા મોહમ્મદ નામનો યુવાન :મૃતદેહોના માથા અને પેટ ફાટેલા હોવાથી તે દ્રશ્ય જોવું મુશ્કેલ: ભયંકર દ્રશ્ય જોઈને મકાન માલિક સાલેકની પત્ની બેહોશ

કાબુલ એરપોર્ટ પર અમેરિકન એરક્રાફ્ટ સાથે દોડ લગાવતા લોકો અને વિમાનની બહાર પાંખો અને દરવાજાઓથી લટકતા લોકોના ચિત્રો અને આકાશ વચ્ચેથી નીચે પડતા વિડીયો તમે જોયા હશે. આ હૃદયદ્રાવક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જે લોકો આ વિમાનમાંથી પડ્યા હતા તેમાંથી બેના મૃતદેહ એરપોર્ટથી 4 કિમી દૂર એક ઘરની છત પરથી મળી આવ્યા હતા. છત સાથે અથડાતા મૃતદેહોને કારણે છતનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે

એનડીટીવીના અહેવાલ મુજબ, મકાન માલિક સાલેકે જણાવ્યું કે તે સમયે અમે ઘરની અંદર હતા, કે અચાનક જોરદાર અવાજ આવ્યો, એવું લાગ્યું કે ટ્રકનું ટાયર ફાટી ગયું છે. અમે ઘરની બહાર આવ્યા અને ટેરેસ પર ગયા અને જોયું કે ત્યાં બે લાશ ખૂબ ખરાબ હાલતમાં પડેલી છે. છત પર લોહી ફેલાયું હોવાથી અને મૃતદેહોના માથા અને પેટ ફાટેલા હોવાથી તે દ્રશ્ય જોવું મુશ્કેલ બની રહ્યું હતું. આ ભયંકર દ્રશ્ય જોઈને સાલેકની પત્ની બેહોશ થઈ ગઈ. સાલેકે કહ્યું કે અમારા પડોશીઓ અને ઘરની આસપાસના ઘણા લોકો મૃતદેહોના સમાચાર સાંભળતા જ ઘરની આસપાસ ભેગા થઈ ગયા. મૃતદેહો મોટા કપડા અને શાલથી ઢાંકી દીધા.

સાલેકે કહ્યું કે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી એકની ઓળખ ડો.સફીઉલ્લાહ હોતક તરીકે અને બીજાની ફિદા મોહમ્મદ તરીકે થઈ છે. બંનેની ઉંમર આશરે 30 વર્ષની છે. મૃતદેહોને નજીકની મસ્જિદમાં લઈ જવામાં આવ્યા અને પછી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ લોકો અમેરિકન વિમાનના પૈડા સાથે ચોંટેલા હતા અને ટેક-ઓફની થોડી મિનિટો બાદ બીચ આકાશમાંથી પડી ગયા હતા. સાલેકે કહ્યું કે મારા પાડોશીએ મને પાછળથી એરપોર્ટ પરની ઘટનાઓ અને પ્લેનમાંથી નીચે પડતા લોકોના વીડિયો વિશે જણાવ્યું.

(12:39 am IST)