Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ખંભાળિયાના સલાયામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ: પોલીસ વાનમાં તોડફોડ: પોલીસ કર્મીને ઇજા:ભારે તંગદિલીનો માહોલ: પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા

(કૌશલ સમજાણી દ્વારા) જામખંભાળીયા  : ખંભાળિયા તાબેના સલાયા ગામે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થતા મામલો ગંભીર બની જતા લોકો સશસ્ત્ર હથિયારો સાથે ઉતરી આવ્યા હતા અને પોલીસ વાનમાં તોડફોડ કરી હતી.   

   બનાવના પગલે ભારે તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસે હવામાં ફાયરિંગ કર્યા ની વાત પણ વહેતી થઈ છે. ઘટનાને પગલે જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટી સંખ્યામાં પોલીસ દોડી જઇ સ્થતી ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં પોલીસ વાનની તોડફોડ વખતે એકથી વધુ પોલીસ કર્મીને ઇજા થતાં સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

(12:50 am IST)