Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનને લઈને ચર્ચાથી બબાલ : ટ્રેન્ડ થવા લાગ્યુ #WhytalktoTaliban હૈશટેગ

તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો એ દુનિયા માટે ચર્ચાનો વિષય બની ગયો

નવી દિલ્હી : અમેરિકાએ પોતાના સૈન્યને પાછુ બોલાવી લેતા અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના સૈન્યએ પહેલા જ તાલિબાનીઓ સામે પોતાના હથિયાર મુકી દીધા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અધિકારીઓ દેશ છોડીને પહેલા જ ભાગી ગયા હતા અને હવે ફસાયેલા છે ફક્ત અફઘાન નાગરીકો. તાલિબાનીઓનું રાજ કેવુ હશે? સ્થિતી ક્યારે સુધરશે અને શાંતિની સ્થાપના ક્યારે થશે તેને લઈને હાલમાં કઈ કહી શકાય તેમ નથી. પરંતુ તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો એ દુનિયા માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

ભારતના લોકો આ મામલામાં પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo પર આપી રહ્યા છે. જેને લઇને કુ પર #WhytalktoTaliban હૈશટેગ ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ મામલો ગંભીર હોવાથી સોશિયલ મીડિયા પર ચારોતરફ બંને તરફની વાતો સાંભળવા મળી રહી છે. લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે આ બાબતે એક વાર તાલિબાનીઓ સાથે વાત કરવી જોઇએ.

તો બીજી તરફ લોકો પોતાનો વિરોધ પણ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો એવા પણ છે જે સમગ્ર મામલામાં અફઘાનના નાગરીકો વિશે વિચારી રહ્યા છે. એવા લોકો વિશે વિચારી રહ્યા છે જેમણે પોતાના લોકોને ગુમાવી દીધા અને જેઓ ત્યાં ફસાઇને રહી ગયા છે. કેટલાક લોકો દરેક દેશની સરકારને અપીલ કરી રહ્યા છે કે આ લોકોને ત્યાંથી બચાવીને બહાર કાઢો.

(11:43 pm IST)