Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

યુએસ સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર પિક-અપ ટ્રકમાં વિસ્ફોટકો હોવાના હેવાલ : બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરાયો :

આ ઇમારત સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની નજીક: ઉપકરણ વિસ્ફોટક હતું કે નહીં.? તપાસનો ધમધમાટ

યુએસ સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર ગુરુવારે એક પિક-અપ ટ્રકમાં વિસ્ફોટકો હોવાના અહેવાલોની પોલીસ તપાસ કરી રહી છે અને બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. કાયદા અમલીકરણ એજન્સીના બે અધિકારીઓએ આ માહિતી આપી.

, આસપાસની ઇમારતોને પોલીસે ખાલી કરાવી છે. અમેરિકી સંસદ ભવનમાં પોલીસે જણાવ્યું કે અધિકારીઓ કેપિટલની લાઇબ્રેરી પાસે શંકાસ્પદ વાહનની તપાસ કરી રહ્યા છે. આ ઇમારત સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની નજીક છે. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસકર્તા સ્થળ પર છે અને એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઉપકરણ વિસ્ફોટક હતું કે નહીં.

(9:17 pm IST)