Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મધ્યપ્રદેશના ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી :21 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર અને જબલપુર સહિત 10 વિભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભોપાલ :  હવામાન વિભાગે મધ્યપ્રદેશના 21 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુજબ, સાગર, છતરપુર, દમોહ, ટીકમગઢ, પન્ના, નિવારી, રીવા, સતના, અનુપુર, ઉમરીયા, ડિંડોરી, કટની, છિંદવાડા, સિયોની, રાજગ,, વિદિશા, રાયસેન, હોશંગાબાદ, બેતુલ, ધાર અને નરસિંહપુરમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર અને જબલપુર સહિત રાજ્યના 10 વિભાગોમાં મોટાભાગના સ્થળોએ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

(9:00 pm IST)