Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોના વેક્સિન

દેશમાં ૫૬ કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા : હવે દેશમાં બાળકો માટે પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૯ : દેશમાં બાળકો માટે કોરોના વેક્સિન આગામી મહિને ઉપલબ્ધ થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ડાયરેક્ટર ડો. પ્રિયા અબ્રાહમે જણાવ્યું કે, બાળકો માટે કોરોના વેક્સિન વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની એક ઓટીટી ચેનલ સાથે ઇન્ટરવ્યૂમાં અબ્રાહમે જણાવ્યું કે, હાલ -૧૮ વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આશા છે કે જલદી પરિણામ સામે આવી જશે. તેથી સપ્ટેમ્બર કે ત્યારબાદ આપણા બાળકો માટે કોવિડ-૧૯ની રસી ઉપલબ્ધ હશે.

તેમણે જણાવ્યું કે, કોવેક્સિન સિવાય ઝાયડસ કેડિલાની બાળકો માટેની વેક્સિનની પણ ટ્રાયલ ચાલી રહી છે. ડો. પ્રિયા અબ્રાહમે કહ્યું- ઝાયડસ કેડિલાની રસી ઉપયોગ માટે ઉપલબ્ધ પ્રથમ ડીએનએ આધારિત રસી હશે. સિવાય જેનોવા બાયોફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડની એમ-આરએનએ, બાયોલોજિકલ- વેક્સિન, સીરમની નોવાવેક્સ અને ભારત બાયોટેકની નેઝલ વેક્સિન પણ તૈયાર થઈ રહી છે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર કોરોના વેક્સિન કેટલી પ્રભાવિત છે તે વિશે વાત કરતા ડો. અબ્રાહમે કહ્યું- ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા પ્લસના ફેલાવાની સંભાવના ઓછી છે. ડેલ્ટા વેરિએન્ટ ૧૩૦થી વધુ દેશોમાં છે. દ્ગૈંફ માં અમે વેક્સીનેટેડ લોકોમાં બનેલી એન્ટીબોડી પર અભ્યાસ કર્યો અને વેરિએન્ટ વિરુદ્ધ તપાસ કરી. સ્ટડીમાં સામે આવ્યું કે ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ એન્ટીબોડીની અસરકારકતા બે-ત્રણ ગણી ઓછી થઈ જાય છે. છતાં રસી વેરિએન્ટ વિરુદ્ધ સુરક્ષાત્મક છે.

(8:52 pm IST)