Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાન ભારતમાં ડ્રગ્સનો કારોબાર વધારવા તૈયારીમાં 6 રસ્તાઓ પરથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય કરવા યોજના

પાકિસ્તાની ISI એજન્સીને તાલિબાનની મદદ : ISI તેમના માણસોનો ઉપયોગ કરવાની તજવીજ

નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર કબ્જા બાદ તાલિબાન ભારતમાં 6 જગ્યાએથી તેમના ડ્રગ્સનો કારોબાર વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ મુદ્દે પાકિસ્તાનની ખાનગી એજન્સી ISI તેમના માણસોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. સમગ્ર મામલે એવો ખુલાસો પણ થયો છે કે દિલ્હીમાં જે 2500 કરોડનું ડ્રગ્સ પકડાયુપં હતું તેની પાછળ પણ તાલિબાનનો હાથ હતો.

અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાનનો સૌથી મોટો કારોબાર ડ્રગ્સનો રહેશે. આ કારોબારને કારણે જ તાલીબાન સક્રીય છે. અફઘાનિસ્તાનમં જ્યારે અમેરિકાની સેના હતી ત્યારે તેઓ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખતા હતા કે તેમના રૂટ પર ડ્રગ્સનો કારોબાર ન વધે. પરંતુ હવે તાલિબાન મોટા પ્રમાણમાં તેમનો ડ્રગ્સનો કારોબાર વધારવાની તૈયારીમાં છે. 

તાલિબાનો ભારતને ડ્રગ્સના કારોબાર માટે મોટું કેન્દ્ર માને છે. જેથી તેઓ હવે નવા નવા રૂટ પર ડ્રગ્સ લાવવાના પ્લાન કરી રહ્યું છે. પાકિસ્તાનની ખાનગી એજન્સી ISIની મદદ લઈને તાલિબાન ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે 

કયા રસ્તેથી તાલિબાનો લાવશે ડ્રગ્સ

અઘફાનિસ્તાન-પાકિસ્તાન -ઈરાન પોર્ટ-મુંબઈ 
અઘફાનિસ્તાન-પાકિસ્તાન -રાજસ્થાન 
અઘફાનિસ્તાન-પાકિસ્તાન -જમ્મૂ કાશ્મીર 
અઘફાનિસ્તાન-પાકિસ્તાન -પંજ 
અઘફાનિસ્તાન-કરાચી પોર્ટ-કચ્છ જામનગર 
અઘફાનિસ્તાન-કરાચી પોર્ટ-મુંબઈ 

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તાલિબાન અફઘાનિસ્તાનમાં એક ડ્રગ્સ ક્રિસ્ટલ મેથ બનાવી રહ્યું છે. જે યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ ડ્રગ્સને ઈફ્રેડા નામના પદાર્થમાંથી બનાવામાં આવે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાનના મનસૂબા ડ્રગ્સના કાળા કારોબારને લઈને તેમના જેવાજ છે. જોકે તેમને પાકિસ્તાનની એજન્સી ISI દ્વારા મદદ કરવામાં આવી રહી છે. જેથી તેઓ ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ફેલાવાની તૈયારીમાં છે. જેથી ભારત માટે આ એક મોટો પડકાર કહી શકાય. 

(8:44 pm IST)