Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાનના કબ્જા બાદ અફઘાન સરકારને હથિયારોના વેચાણ પર અમેરિકાનો પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં બાકી કે હસ્તાંતરિત ન થયેલા હથિયારો અંગે સમીક્ષા કરાઈ

નવી દિલ્હી :  તાલિબાન દ્વારા દેશ કબજે કર્યા બાદ અમેરિકાએ અફઘાન સરકારને હથિયારો ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ કોન્ટ્રાક્ટરોને જારી કરવામાં આવેલી નોટિસમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજકીય/લશ્કરી બાબતોના બ્યુરોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં બાકી કે હસ્તાંતરિત ન થયેલા હથિયારો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

“અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતા સંજોગોને જોતા, ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ સેલ્સ કંટ્રોલ વિશ્વ શાંતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકાની વિદેશ નીતિને આગળ વધારવામાં તેમની યોગ્યતા નક્કી કરવા માટે તમામ બાકી અને જારી કરાયેલા નિકાસ લાઇસન્સ અને અન્ય મંજૂરીઓની સમીક્ષા કરશે.” ‘ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તે આગામી દિવસોમાં સંરક્ષણ હથિયારોના નિકાસકારો માટે અપડેટ કરેલી માહિતી શેર કરશે.

(8:33 pm IST)