Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ સામે કરાયેલી ફોજદારી બદનક્ષીની કાર્યવાહી પર બોમ્બે હાઇકોર્ટનો સ્ટે : ગંગુબાઈ કાઠિયાવાડીના દત્તક પુત્ર હોવાનો દાવો કરતા એક બાબુજી શાહ દ્વારા બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઈ હતી : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સમન્સ પાઠવ્યું હતું

મુંબઈ : ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, અને અભિનેત્રી આલિયા ભટ્ટને રાહત આપતા, બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં જારી સમન્સ પર રોક લગાવી છે.

મઝગાંવ, મુંબઈ ખાતેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ગંગુબાઈ કાઠિયાવાડીના દત્તક પુત્ર હોવાનો દાવો કરતા એક બાબુજી શાહ દ્વારા દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદના અનુસંધાને સમન્સ જારી કર્યું હતું.

બાબુજી શાહે દાવો કર્યો હતો કે નવલકથા ધ માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ (જેના પર ફિલ્મ આધારિત છે) માં કાઠિયાવાડી પરના પ્રકરણો બદનામ છે, તેની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે અને તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

નિર્માતાઓ, ભણસાલી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટે સમન્સના મુદ્દાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તથા જણાવ્યું હતું કે ગંગુબાઈ કાઠિયાવાડીના કથિત દત્તક પુત્ર, શાહના અસ્તિત્વ અંગે તેમને કોઈ જાણકારી નહોતી.
.
તેમણે મુંબઇ સિટી સિવિલ કોર્ટના આદેશને પણ રજૂ કર્યો હતો કે જેમણે મુંબઈની માફિયા ક્વીન્સના લેખકો સામે તેમની નવલકથા પર પ્રકાશન, વેચાણ અથવા તૃતીય પક્ષના અધિકારો બનાવવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગતો દાવો ફગાવી દીધો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)