Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર : જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરાયેલી પિટિશન અનુસંધાને 3 સપ્તાહમાં જવાબ આપવા ઉત્તર પ્રદેશ તથા કેન્દ્ર સરકારને અલ્હાબાદ હાઇકોર્ટની નોટિસ


અલ્હાબાદ : કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવા માટે વારાણસી કોર્ટે 8 એપ્રિલના રોજ મંજૂરી આપી હતી. જેને જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારાઇ છે. જેના અનુસંધાને 3 સપ્તાહમાં જવાબ આપવા ઉત્તર પ્રદેશ તથા કેન્દ્ર સરકારને અલ્હાબાદ કોર્ટે  નોટિસ પાઠવી છે.

સ્થાનિક અદાલત સમક્ષ થયેલી અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુઓના  કાશી વિશ્વનાથ મંદિરની જમીનના અમુક ભાગમાં બાંધી દેવામાં આવી હતી. જે માટે મુઘલ બાદશાહ ઔરંગઝેબે 2000 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મંદિરનો એક ભાગ જ્ઞાનવાપી મસ્જિદ બનાવવા માટે હડપ કરી લીધો હતો. 1669 માં હડપ કરાયેલી આ જમીન હિન્દૂ મંદિરને સોંપી દેવા વારાણસી કોર્ટમાં દાવો કરાયો હતો. જેના અનુસંધાને વારાણસી કોર્ટે પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની સૂચના આપી હતી. જેનો જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ દ્વારા વિરોધ કરાયો હતો. તથા વારાણસી કોર્ટના આદેશને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારાયો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:10 pm IST)