Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

31 ઓગસ્ટથી દિલ્હી હાઈકોર્ટમાં અને 24 ઓગસ્ટથી ડીસ્ટ્રીકટ કોર્ટ્સમા મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે 31 ઓગસ્ટ, 2021 થી હાઈકોર્ટમાં મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ સુનાવણી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય અગાઉના 12 ઓગસ્ટના નિર્ણયમાં આંશિક ફેરફાર સાથે કરવામાં આવ્યો છે .જે મુજબ હાઇકોર્ટે 6 સપ્ટેમ્બરથી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.તેમાં હવે ફેરફાર કરી 31 ઓગસ્ટ, 2021 થી મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનું નક્કી કરાયું છે.

ફિઝિકલ સુનાવણી માટે આ અદાલતની બેંચની યોગ્ય સંખ્યા, મુખ્ય ન્યાયાધીશના નિર્દેશો અનુસાર રચવામાં આવશે જ્યારે બાકીની ખંડપીઠો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રવર્તમાન વ્યવસ્થા મુજબ ચાલુ રહેશે.

ફિઝિકલ હિયરીંગના દિવસોમાં, પક્ષકારો અથવા તેમના વકીલ દ્વારા  વિડીયો કોન્ફરન્સિંગ સુનાવણી માટે જો વિનંતી કરવામાં આવશે તો મંજૂરી અપાશે.

દિલ્હીની ડીસ્ટ્રીકટ કોર્ટોને પણ 24 ઓગસ્ટથી મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ  સુનાવણી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:30 pm IST)