Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ઘોડાના પગનું હાડકુ તૂટી ગયુ અને મજબુરીમાં કાયડેન ક્રોસને પોર્ન ફિલ્‍મોમાં કામ કરવુ પડયુઃ અત્‍યારે 3.2 મિલીયન પાઉન્‍ડની સંપત્તિ

સ્‍ટ્રીપ ક્‍લબમાં એક કલાકના 8 ડોલર મળતાઃ 2008માં પેન્‍ટહાઉસ પત્રિકાનાના કવર પેઇઝ ઉપર ફોટો છપાયો હતો

કાયડેન ક્રોસ અમેરિકી પોર્ન સ્ટાર અને ડાયરેક્ટર છે. કોઈ જમાનામાં યુનિવર્સિટીની ફી ભરવા માટે વેઇટરની નોકરી કરનારી ક્રોસની પાસે આજે અઢળક સંપત્તિ છે અને પોર્ન ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર પણ. તેને ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ કલાકારના રૂપમાં ગણવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે સ્ટૂડન્ટ લાઇફ છોડી એડલ્ટ ફિલ્મોમાં આવવું તેની મજબૂરી હતી. 

AVN પુરસ્કાર જીતનારી બીજી મહિલા

ધ સન સાથે વાતચીતમાં કાયડેન ક્રોસે પોતાની મજબૂરીનો ખુલાસો કર્યો. કઈ રીતે તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી. ક્રોસની પાસે આજે 3.2 બિલિયન પાઉન્ડ (32,68,09,140 રૂપિયા) ની સંપત્તિ છે. પાછલા વર્ષે તેને બેસ્ટ ડાયરેક્ટર માટે AVN પુરસ્કાર મળ્યો હતો. તે આ પુરસ્કાર જીતનારી બીજી મહિલા બની હતી. AVN ને પોર્ન ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર કહેવામાં આવે છે.

પરિવાર અને મિત્રોએ કર્યો વિરોધ

કાયડેન ક્રોસે જ્યારે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેના પરિવાર અને મિત્રો તેનાથી નારાજ હતા. તેને કહ્યું કે, તે બેરોજગાર થઈ જશે. ક્રોસને ખ્યાલ હતો કે તે જે કરી રહી છે તેનાથી તેનો પરિવાર સ્વીકાર કરશે નહીં, પરંતુ તેણે એડલ્ટ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો.

2003 ની ઘટનાથી જીવન બદલાય ગયું

પોર્ન સ્ટારે જણાવ્યું કે, 2003ની એક ઘટનાએ તેને એડલ્ટ ફિલ્મમાં કામ કરવા માટે મજબૂર કરી. ક્રોસ પ્રમાણે, હું ઘણી પાર્ટ ટાઇમ જોબ કરતી હતી, જેથી યુનિવર્સિટીની ફી ભરી શકું. આ દરમિયાન મારી મુલાકાત એક ઘોડા સાથે થઈ, ઘોડાની હાઈટ વધુ નહતી. તેથી પુરૂષ તેના પર સવારી કરતા હતા નહીં અને બાળકો પ્રમાણે તે ખતરનાક હતો. હું તેની સાથે વધુ સમય પસાર કરતી હતી.

Cowboy નું ભૂલથી હાડકું તૂટી ગયું

કાયડેન ક્રોસ પ્રમાણે એક દિવસ જ્યારે ઘોડો મેદાનમાં ફરી રહ્યો હતો ત્યારે એક કાઉબોય જોરથી તેના પર કુડ્યો અને તેના પગનું હાડકું તૂટી ગયું. ઘોડાના માલિકનું કહેવું હતું કે તેની પાસે સારવારના પૈસા નહતા, તેથી તે તેને સ્લોટર હાઉસ મોકલી આપશે. તેનાથી ઓછા સમયમાં થોડી કમાણી થઈ જશે. આ સાંભળી ક્રોસ દુખી થઈ. તેણે ઘોડાને બચાવવા માટે તેને ખરીદવાનું વિચાર્યું પણ તેની પાસે પૈસા નહતા.

મિત્રએ આપી Strip Club માં કામ કરવાની સલાહ

પોર્ન સ્ટારે જણાવ્યું કે, તેણે પોતાની એક મિત્રને મુશ્કેલી જણાવી, જેણે તેને સ્થાનીક Strip Club માં નોકરી કરવાની સલાહ આપી. પહેલા દિવસની કમાણીથી ક્રોસને લાગ્યું કે ઘોડાને બચાવવા માટે આ એકમાત્ર માર્ગ છે અને આ રીતે તેની એડલ્ટ ફિલ્મમાં ઇન્ટ્રી થઈ. ક્રોસે કહ્યું કે, સ્ટ્રીપ ક્લબમાં એક કલાકના 8 ડોલર મળતા હતા, જે મારા માટે વધુ હતા. આ પૈસાથી હું ઘોડાની સારી સારવાર કરાવી શકી.

આ રીતે મળી Adult Films માં એન્ટ્રી

કાયડેન ક્રોસે 20 વર્ષની ઉંમરમાં આશરે બે વર્ષ સુધી નાઇટ ક્લબમાં કામ કર્યું અને તેની ગણના ટોપ ડાન્સર્સમાં થતી હતી. એક દિવસ પોર્ન સ્ટાર એજન્સી મેટ્રિક્સ મોડલ્સના જોન સ્ટીવન્સની નજર ક્રોસ પર પડી. સ્ટીવન્સે ક્રોસને પૂછ્યુ કે શું તે પુરૂષોની પત્રિકા પેન્ટહાઉસના કવર પર આવવા ઈચ્છશે? ક્રોસે તેને હા પાડી અને તે 2008માં કવર ફોટો પર હતી.

પોતાની જિંદગીથી ખુશ છે Kayden Kross

મેટ્રિક્સ મોડલની સાથે કેટલીક ફિલ્મો કર્યા બાદ ક્રોસે 2010માં બીજી એજન્સી જોઈન કરી, જેનાથી તે સતત ફેમસ થતી રહી. પરંતુ તેના પોર્ન ફિલ્મોમાં કામ કરવાને કારણે તેના મિત્રો અને પરિવાર તેનાથી દૂર થઈ ગયો. ક્રોસે લગ્ન કરી લીધા અને તેને એક પુત્રી પણ છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે તે અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી ચુકી છે. ક્રોસને પોર્ન સ્ટારના ટેગથી શરમ નથી. તેનું કહેવું છે કે તે આ ઇન્ડસ્ટ્રીને કારણે પોતાના ઘોડાની સારી સારવાર કરાવી શકી. 

(5:18 pm IST)