Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

પીએમ મોદીએ પી.વી.સિંધુના દક્ષિણ- કોરિયન કોચ પાર્ક તાઈ- સાંગને અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું

ભારતના ઓલિમ્પિક વિજેતાએ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના ઐતિહાસિક બંધન પર પ્રકાશ પાડયો

 નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પી.વી. સિંધુના દક્ષિણ-કોરિયન કોચ પાર્ક તાઈ-સાંગને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે.  ભારતના ઓલિમ્પિક વિજેતાઓ સાથે વાતચીત કરતા, પીએમ મોદીએ દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના ઐતિહાસિક બંધન પર પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે ૨૦૧૮માં પ્રથમ મહિલા કિમ જંગ સૂકે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

(4:03 pm IST)