Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

'પાટીદાર એટલે ભાજપ' : વડાપ્રધાન મોદીએ આસમાજને પુરતુ મહત્વ આપ્યું : માંડવિયા

લેઉવા અને કડવા પટેલ આગેવાનોની બેઠકમાં પાટીદાર સમાજની નારાજગી દુર કરવા કેન્દ્રીય મંત્રીનો પ્રયાસ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જન આશિર્વાદ યાત્રા સંદર્ભે શહેરના લેઉવા અને કડવા પટેલ આગેવાનો સાથે બેઠક યોજી અને સીધો સંવાદ કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે, તૈયારીઓના ભાગ રૂપે ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા પાંચ કેન્દ્રિય મંત્રીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જન સંપર્ક યાત્રા યોજી સરકારનાઙ્ગકાર્યને પ્રજા સમક્ષ લઈ જવાની તેમજ સરકારની સારી છાપ ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ ભાજપના કેન્દ્રિય મંત્રીઓ દ્વારા યોત્રાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે. ઙ્ગ

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના કેન્દ્રિયમંત્રીઓ દ્વારા જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આરોગ્ય મંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે, ત્યારે તેમના સ્વાગતમાં અનેક ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા અને તેમનું ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.ઙ્ગત્યારબાદ તેઓએ લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક યોજી હતી.

મહત્વનું છે કે આવનાર વિધાનસભામાં પાટીદાર ફેકટર મહત્વનું માનવામાં આવે છે ત્યારે મનસુખ માંડવિયાએ રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. તેમને પાટીદાર સમાજના બંને જૂથને એક સાથે રાખીને બેઠક કરતા અનેક રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે આ બેઠકમાં પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પાટીદારો સાથેની આ બેઠક બાદ સરકાર દ્વારા પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું વિશ્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

(3:59 pm IST)