Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ રસીકરણથી ઉત્પન્ન એન્ટીબોડીઝથી બચી નથી શકતો

અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના અધ્યનનથી મોટી રાહત : ઘાતક હોવા છતાં કોરોનાની વેકસીન તેના પર પણ અસર કરી શકે છે

નવી દિલ્હીઃ તા.૧૯: ડેલ્ટા સ્વરુપ કોવિડની રસીથી ઉત્પન્ન એન્ટીબોડીથી બચવામાં સક્ષમ નથી, આ વાત 'ઈમ્યૂનિટી' મેગેજીનમાં પ્રકાશિત અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવી છે. તેનાથી એ વ્યાખ્યા કરવામાં મદદ મળી શકે છે કે રસીકરણ કરાવી ચૂકેલા મોટાભાગના લોકો ઘાતક ડેલ્ટા સ્વરુપના સંક્રમણથી બચી નિકળવામાં કેમ સફળ રહ્યા.

આ અધ્યયન અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના અનુસંધાનકર્તાઓએ કર્યો. જેમાં ફાઈઝરને કોવિડની રસી લઈ ચૂકેલા લોકોના શરીરમાં એન્ટીબોર્ડીનું આકલન કરવામાં આવ્યુ. અધ્યયનમાં જોવા મળ્યુ કે કોરોનાના ડેલ્ટા સ્વરુપ કોવિડ રસીકરણથી ઉત્પન્ન એન્ટીબોડીઝથી બચી નિકળવામાં સક્ષમ નથી.

વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અસોસિયેટ પ્રોફેસર અને શોધના કોપ્ર સિનિયર ઓથર જૈકો બૂને કહ્યું, ડેલ્ટાના અન્ય વેરિએન્ટ્સને પાછળ છોડી દીધા છે. જેને મતલબ એ નથી કે આ અન્ય પ્રકારની સરખામણીમાં એન્ટીબોડી પર તેજ હુમલો કરશે. તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી મળતા કે ડેલ્ટા વેરિએન્ટ રસીને હરાવી શકે છે.

બીજી તરફ અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે તમામ અમેરિકનોને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી. જેથી સંક્રમણથી તેમની સુરક્ષા વધારી શકાય. અધિકારીઓએ આ ભલામણ એવા સમયે કરી છે જ્યારે દેશમાં ડેલ્ટાના મામલામાં વધારાની સાથે એવા સંકેત મળ્યા છે કે રસીની અસરકારકતા ઓછી થઈ રહી છે.

Centers for Disease Control and Preventionના ડિરેકટર અને અન્ય મુખ્ય અધિકારી દ્વારા ઉલ્લેખનીય યોજના, લોકોને ફાયઝર અથવા મોર્ડનાની રસીના બીજા ડોઝ લીધાના ૮ મહિના બાદ વધારે ડોઝ લેવાની ભલામણ કરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે જે લોકોએ જોનસન એન્ડ જોનસનની એક ડોઝ વાળી રસી લીધી છે તેમને કદાચ વધારે ડોઝની જરૂર રહેશે.

(3:58 pm IST)