Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મમતા બેનર્જીએ સચિવાલયમાં યોજેલ ચા પાર્ટીમાં દિલીપ ઘોષ સામેલ થયા : ચર્ચાઓનું વંટોળ

મુકુલ રોય બાદ હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પર દીદીની નજર : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ : કાલી પૂજામાં આવવાનું આમંત્રણ ઘોષ દ્વારા સ્વીકાર્યુ : નવા-જુનીના એંધાણ

કોલકાતા,તા.૧૯: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને રાજ્ય સચિવાલયમાં ચા પર આમંત્રણ અપાયા બાદથી રાજનીતિમાં અનેક અટકણો શરુ થઈ છે. આ આમંત્રણ બાદ રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે મમતા બેનર્જીનો બંગાળના ભાજપમાં તીરાડ પાડવાનો પ્રયાસ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા ભાજપના મોટા નેતા મુકુલ રોયની ટીએમસીમાં ઘર વાપસી થઈ છે.

રવિવારે રાજભવનમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર આયોજિત ચા પાર્ટીમાં સીએમ મમતા બેનર્જીની સાથે ભાજપના નેતા દિલીપ ઘોષ, તથાગત રોય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ હાજર હતા. સૂત્રો અનુસાર આ દરમિયાન મુખ્યમંત્રીએ દિલીપ ઘોષના રાજ્ય સચિવાલયમાં ચા પર આમંત્રણ આપ્યુ છે. એટલું જ નહીં મમતાએ તેમને કાલી પૂજામાં આવવાનું પણ નિમંત્રણ આપ્યું. ત્યારે દિલીપ ઘોષ દ્વારા આમંત્રણ સ્વીકાર કર્યા બાદ બંગાળ ભાજપમાં આ વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯ બાદથી બંગાળમાં ભાજપને મળતી સફળતાથી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાં સુધી કે વિધાનસભા ચૂંટણીથી પહેલા તુણમુલના અનેક નેતા ભાજપમાં સામેલ થયા હતા. જે બાદથી મમતા બેનર્જીને લાગે છે કે ભાજપ બંગાળમાં તેમને ચેલેન્જ આપી રહી છે. જો કે વિધાનસભાની ચૂંટણીમાં જીત મળતા તેમને રાહત મલી હતી. પરંતુ તે ભાજપને હળવાશમાં ન લઈ શકે. એટલા માટે તેમની નજર બંગાળ ભાજપના મોટા નેતાઓ પર છે.

મનાઈ રહ્યુ છે કે દિલીપ ઘોષના સમર્થક તેમને બંગાળમાં ભાજપને ફરી જીવંત કરવાનો શ્રેય આપી રહ્યા છે અને અધિકારીને વિપક્ષ નેતા નિયુકત કરવા પર નારાજ છે. સૂત્રોનું કહેવું છે કે આ વાતથી દિલીપ ઘોષ પણ પાર્ટીથી નારાજ છે.

(3:10 pm IST)