Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ઓલ ઈન્ડિયા ક્વોટાની મેડિકલ બેઠકો પર ઓબીસી અનામત : તામિલનાડુ મેડિકલ કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) બેઠકો અંતર્ગત OBC માટે રાખવાની થતી અનામત અંગેનો ચુકાદો 25 ઓગસ્ટ સુધી મુલતવી

તામિલનાડુ : ઓલ ઈન્ડિયા ક્વોટાની મેડિકલ બેઠકો પર ઓબીસી અનામત અંગે દ્રવિડ મુનેત્ર કડગમ દ્વારા દાખલ કરાયેલી અરજીનો ચુકાદો મદ્રાસ હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પીડી ઓડીકેસવલુની ખંડપીઠે  25 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે.

મદ્રાસ હાઇકોર્ટે બુધવારે તામિલનાડુ મેડિકલ કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) બેઠકોમાં અન્ય પછાત વર્ગો (OBC) અનામતના અમલીકરણ અંગે દ્રવિડ મુનેત્ર કડગમ પાર્ટી (DMK) દ્વારા દાખલ કરાયેલી અરજીનો ચુકાદો અનામત રાખ્યો છે.જે 25 ઓગસ્ટ, બુધવારે બપોરે 2 વાગે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે

જુલાઇ 2020 ના ચુકાદામાં હાઇકોર્ટના નિર્દેશો હોવા છતાં ડીએમકેએ હાઇકોર્ટનો સંપર્ક કરીને ચિંતા વ્યક્ત કરી હતી કે એઆઇક્યુ બેઠકો માટે આ વર્ષે ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે નહીં.

જો કે, કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે તે માત્ર 27% ઓબીસી અનામત લાગુ કરવાની દરખાસ્ત કરી રહી છે, આ વિવાદ કેન્દ્રિત હતો કે આરક્ષણની ટકાવારી કેટલી હોવી જોઈએ.

29 જુલાઇ, 2021 ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન દ્વારા, કેન્દ્ર સરકારે જાણ કરી કે તે OBC ઉમેદવારો માટે 27% અને AIQ બેઠકોમાં આર્થિક રીતે નબળા વિભાગો (EWS) ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રાખશે.

ડીએમકેએ ભારપૂર્વક જણાવ્યું છે કે તમિલનાડુ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકોનું અનામત અને રાજ્યમાં સેવાઓમાં નિમણૂકો અથવા હોદ્દાઓ) કાયદા અનુસાર 50 ટકા અનામત હોવી જોઈએ. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)