Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

દેશ છોડવા એરપોર્ટ પહોંચેલ

અફઘાની નાગરિકોને તાલિબાનીઓએ ચાબુકથી ફટકાર્યા : મહિલાઓ અને બાળકો ઉપર ધારદાર હથિયારોથી હુમલો

કાબુલ,તા.૧૯:અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાની ફરી ક્રુરતા પર ઉતરી આવ્યા છે. કાબૂલ ન્યૂઝના જણાવ્યાનુંસાર દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર પહોંચી રહેલા લોકોને તાલિબાનની અંદર જવા નથી દઈ રહ્યા. તેમના પર ધારદાર હથિયારથી વાર કરવામાં આવી રહ્યો છે. ચાબુક વર્ષાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર ફરી ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. જોકે મનાઈ રહ્યું છે કે આ ફાયરિંગ ભીડને કન્ટ્રોલ કરવા અમેરિકન સૈનિકોએ કરી છે. ફાયરિંગમાં કોઈ જાનહાની કે ઘાયલ થયાના સમાચાર નથી.

બુધવારે તાલિબાનીઓએ દેશ છોડવાના ઈરાદાથી કાબૂલ હવાઈ અડ્ડે જનારી મહિલાઓ અને બાળકો પર અણીદાર ધારદાર હથિયારોથી વાર કર્યા હતા. તાલિબાનીઓએ એરપોર્ટથી ભીડને પાછા મોકલવા માટે ફાયરિંગ કર્યુ હતુ. લોસ એન્જિલસ ટાઈમ્સના રિપોર્ટ માર્કસ યૈમે ટ્વીટર પર કેટલીક તસવીરો ટ્વીટ કરી છે અને દાવો કર્યો છે કે તાલિબાનીઓના હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.

(12:50 pm IST)