Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ઓનલાઇન શિક્ષણમાં ૫૫ ટકા બાળકો લખવાનું ભૂલી રહ્યા છે

એનસીઇઆરટીએચોથાથી દસમા ધોરણ સુધીના બાળકો પર કરાયું સર્વે : ૪૫ ટકાના અક્ષર બગડ્યા

પટણા તા. ૧૯ : કોરોના કાળમા ઓનલાઇન શિક્ષણની અસર બાળકોની લેખન ક્ષમતા પર પણ પડી છે. રાષ્ટ્રીય સ્તર પર અંદાજે ૫૫ ટકા બાળકો લખવાનું ભૂલી રહ્યા છે જયારે૪૫ ટકાનું લખાણ ખરાબ થઇ રહ્યું છે. એનસીઈઆરટી તરફથી કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. ઓલ ઇન્ડિયા સ્કૂલ એજયુકેશન સર્વેમાં ચોથી થી દસમી કક્ષાના બાળકોને સામેલ કરવામાં આવ્યા છે. કોરોનાકાળ એટલે કે માર્ચ ૨૦૨૦થીફેબ્રુઆરી ૨૦૨૧ વચ્ચે દસ હજાર સરકારી અને પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં આવેલા પરિણામો ચોંકાવનારા છે. તે બાળકો પર વધુ અસર થઈ જે ઓનલાઇન શિક્ષણમાં પણ સામેલ થયા નથી. એટલે કે સરકારી શાળાના બાળકોની લેખન ક્ષમતા વધુ પ્રભાવિત થઇ છે.સર્વેમાં સામેલ સભ્ય અરુણ કુમારનાજણાવ્યા મુજબ, સતત અનેક મહિના સુધી શાળા બંધ થવાની અસર બાળકોના શૈક્ષણિક માહોલ પર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવ બાળકોના લેખન અભ્યાસ પર પડી છે. સર્વેની રિપોર્ટ માનવામાં આવે તો તેમાં ૭૦ ટકા બાળકોના શાળા નોટબુક આખા વર્ષ કબાટમાં જ રહી ગયા.

(12:49 pm IST)