Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અશરફ ગની એ વિશ્વાસઘાતી વ્યક્તિ :મેં ક્યારેય તેનો પૂરો ભરોષો કર્યો નથી:ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહાર

તેણે તમામ સમય અમારા સેનેટરો સાથે ખાવામાં અને તેમના દિલ જીતવામાં વિતાવ્યો

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ અને તેના લોકોને છોડીને ભાગી ગયા. અશરફ ગની હાલમાં યુએઈમાં છે. આ પગલા માટે ગનીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના પર આરોપ છે કે તેઓ મુશ્કેલ સમયમાં દેશ છોડીને ભાગી ગયા હતા અને તેમની સાથે સરકારી નાણાં પણ લઇ લીધા હતા. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અશરફ ગની પર પ્રહાર કર્યા છે. ટ્રમ્પે ગનીને છેતરપિંડી વ્યક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું કે ગની એક ધૂર્ત માણસ છે અને તે ક્યારેય ગની પર વિશ્વાસ કરતાં ન હતાં.

ટ્રમ્પે કહ્યું, “મેં ક્યારેય અશરફ ગની પર પૂરો ભરોસો કર્યો નથી. મને લાગ્યું કે તે એક છેતરપિંડી કરનાર વ્યક્તિ છે. તેણે તમામ સમય અમારા સેનેટરો સાથે ખાવામાં અને તેમના દિલ જીતવામાં વિતાવ્યો. સેનેટરો તેના ખિસ્સામાં હતા.” એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ભાગી ગયો છે. પૈસા સાથે, મને ખબર નથી પરતું કદાચ તે સાચું હોઈ શકે.અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની વિદેશ ભાગી ગયા અને તેમની સરકાર પડ્યા બાદ તાલિબાને રવિવારે વિજય જાહેર કર્યો. અન્ય ઘણા દેશોની જેમ અમેરિકાએ પણ તેના નાગરિકો અને વિદેશી સરકાર સાથે જોડાયેલા કેટલાક અફઘાનીઓને અફઘાનિસ્તાનમાંથી કાઢવાનું શરૂ કર્યું છે.

ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે આપણો દેશ એટલા વર્ષોમાં અપમાનિત થયો હોય,શું તે સેનાની હાર કહેશો કે તે મનોવૈજ્ઞાન્ક હાર ?જેવું થયું છે એવું ક્યારે થયું નથી

(12:44 pm IST)