Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

નેટ બેંકિંગ પાસવર્ડ બદલીને ઓનલાઇન છેતરપિંડીથી બચી શકો:સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગ્રાહકોને સલાહ

દેશભરમાં ઝડપથી વધી રહેલી ઓનલાઈન છેતરપિંડીના કારણે ગ્રાહકોને ખૂબ તકલીફ

નવી દિલ્હી :દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. જો  નેટબેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો પણ ઉપયોગ કરો છો તો  આ મહત્વના સમાચાર છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને જણાવ્યું છે કે દેશભરમાં ઝડપથી વધી રહેલી ઓનલાઈન છેતરપિંડીના કારણે ગ્રાહકોને ખૂબ તકલીફ પડી રહી છે, આવી સ્થિતિમાં તમે તમારા નેટ બેંકિંગ પાસવર્ડ બદલીને આવી છેતરપિંડીથી બચી શકો છો. બેંકે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

(12:22 pm IST)