Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

' પશ્ચિમ બંગાળ મતદાન બાદની હિંસા ' : મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ તથા હત્યાના કેસોની તપાસ CBI ને સોંપવાનો કલકત્તા હાઇકોર્ટનો આદેશ : અન્ય કેસોની તપાસ સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરાશે : બંને પ્રકારની તપાસનું નિરીક્ષણ હાઇકોર્ટ બેન્ચ કરશે

કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં  મતદાન બાદ ફાટી નીકળેલી હિંસા તથા મહિલાઓ વિરુદ્ધ આચરાયેલા ગુનાઓ તેમજ હત્યાઓ માટે કલકત્તા હાઇકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( CBI ) ને તપાસ સોંપવાનો આદેશ કર્યો છે.તથા અન્ય કેસોની તપાસ સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સોંપવા જણાવ્યું છે. આ  બંને પ્રકારની તપાસનું  નિરીક્ષણ હાઇકોર્ટ બેન્ચ કરશે .

એનએચઆરસી કમિટીના અહેવાલ મુજબના તમામ કેસો કે જેમાં મહિલાઓ ઉપર બળાત્કાર અથવા બળાત્કારના પ્રયાસ અંગે તેમજ હત્યા અથવા તે અંગેના ગુનાઓ અંગેના આરોપોની વિગતો દર્શાવાઈ છે તે માટે સીબીઆઈની તપાસનો આદેશ આપ્યો છે. જે માટે રાજ્ય સરકારે તપાસ માટેના તમામ કેસોનો રેકોર્ડ સીબીઆઈને મોકલવાનો રહેશે.

આ સિવાયના NHRC કમિટી દ્વારા ટાંકવામાં આવેલા અન્ય તમામ કેસો અંગેની વિગત સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ (SIT) ને સોંપવાની રહેશે.તેવું નામદાર કોર્ટે સૂચવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)