Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

વધુમાં વધુ ગરીબોને આયુષ્માન કાર્ડ સાથે જોડવાની તૈયારી

હાલમાં ૫૫ કરોડમાંથી ફકત ૧૨ કરોડના જ બન્યા છે કાર્ડ : આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ફકત બે કરોડનેજ મળ્યું છે ફ્રી અનાજ

નવી દિલ્હી તા. ૧૯ : આયુષ્માન ભારત યોજના હેઠળ બે કરોડ ગરીબોને ફ્રી અનાજ અને કેશલેસ સારવાર ફાળવ્યા બાદ સરકાર વધુ માં વધુ ગરીબોને તેની સાથે જોડવાના અભિયાનમા જોડાયેલાછે. યોજના હેઠળ દેશમાફકત ૧૨ કરોડ આયુષ્માન કાર્ડ બન્યા છે. જયારેતેના હેઠળ અંદાજે લોકોને ૫૫ કરોડ લોકોને લાભ મળવાનો હતો.

આયુષ્માન મિત્ર બનાવાની ઓનલાઈનપ્રક્રિયાનીશરૂઆત કરીને સ્વાસ્થ્ય મંત્રી મનશુખમાંડવીયાએ વધુ માંવધુ લોકોને આ યોજન સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મુકયો છે. નવી પ્રક્રિયામાં કોઈ પણ વ્યકિત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીનેઆયુષ્માન મિત્ર બની શકે છે. ત્યારબાદ તેના વિસ્તારના દરેક લાભાર્થીઓની યાદી તેને મળી જશે. આયુષ્માન મિત્ર તેના વિસ્તારના લાભાર્થીઓને યોજનાની જાણકારી તેને આયુષ્માન કાર્ડ મેળવવામાં મદદ કરી શકે છે. તેની સાથે જ નેશનલ હેલ્થ ઓથોરિટી રાજય સરકારોની સાથે મળીને લાભાર્થીઓને શોધવાનું મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. તેના માટે કોરોનાની બીજી લહેર પહેલા એક અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં ત્રણ કરોડ નવા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.

લાભાર્થીઓની ઓળખની સાથે સાથે નેશનલ હેલ્થ ઓથોરિટીએ હવે આયુષ્માન કારણે ડિજિટલનાબદલે ફિજિકલ રૂપે આપવાનું શરૂ કરી દીધું છે.

ફિજિકલ રૂપે આયુષ્માન કાર્ડ ગરીબ વ્યકિતને તેમના લાભાર્થી થવાનો અહેસાસ આપશે. આ ઉપરાંત લાભાર્થીને હોસ્પિટલમાં ભરતી કરતી વખતે એક અધિકાર પત્ર આપવામાં આવશે જેમાં સ્પષ્ટ લખ્યું હશે કે આયુષ્માન ભારત હેઠળ તેને પાંચ લાખ રૂપિયા સુધીના સારવારનો અધિકાર છે. એટલું જ નહીં સારવાર બાદ હોસ્પિટલમાં રજાના સમયે એક અભિનંદન પત્ર પણ અપાશે. જેમાં સારવારનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવશે.

લાભાર્થીઓ સુધી પહોંચવાની સાથે નેશનલ હેલ્થ ઓથોરિટીએ વધુ માં વધુ પ્રાઇવેટ હોસ્પિટલોનેતેની સાથે જોડવાની તૈયારી પણ શરૂ કરી લીધી છે.

(11:43 am IST)