Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તપાસ કમિટી સમક્ષ હાજર ન થવા બદલ પરમ બીર સિંઘને 25,000 રૂપિયાનો દંડ : મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ વિરુદ્ધ સિંઘે લગાવેલા ભ્રષ્ટાચાર અને ખંડણીના આરોપોની ન્યાયિક તપાસ માટે રચાયેલી કમિટી સમક્ષ હાજર ન થયા

મુંબઈ : રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે પરમ બીર સિંઘે લગાવેલા ભ્રષ્ટાચાર અને ખંડણીના આરોપોની ન્યાયિક માટે મહારાષ્ટ્ર સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.જે માટે રચવામાં આવેલી જસ્ટિસ કેયુ ચંદીવાલની  તપાસ કમિટી સમક્ષ હાજર ન થવા બદલ કમિટીએ પરમ બીર સિંઘને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે .

બોમ્બે હાઈકોર્ટના નિવૃત જજ  જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચંદીવાલની સિંગલ મેમ્બર ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ હાજર ન થવા બદલ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહને કમિટીએ 25,000 રૂપિયાનો દંડ કર્યો છે.

ન્યાયમૂર્તિ ચંડીવાલે સિંઘને કમિટી સમક્ષ હાજર થવાની છેલ્લી તક આપી છે. અને કહ્યું કે, તે સ્પષ્ટ છે કે, તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવાની છે. તેમણે જણાવ્યું હતું કે પ્રશ્નો પૂછવામાં મોડું થયું છે તેમછતાં તે કારણસર તપાસ અટકવી ન જોઈએ.

કમિટીએ સિંઘને ત્રણ દિવસની અંદર મુખ્યમંત્રી રાહત ફંડ કોવિડ 19 માં , 25,000 રૂપિયા જમા કરવા નિર્દેશ આપ્યો હતો.કમિટી આગામી 25 ઓગસ્ટના રોજ મળશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:24 am IST)