Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હવે ટ્રેન ઉપડતા પહેલાં પણ કરંટ રિઝર્વેશન કરાવી શકશોઃ મળશે ટિકિટમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી, તા.૧૯: સ્પેશિયલ ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલાં ટ્રેનમાં જો સીટ ખાલી હશે તો મુસાફરો ઓનલાઇન અને કરંટ રિઝર્વેશન કાઉન્ટર  પરથી ટિકિટ બુક કરાવી શકશે. જેમાં મુસાફરોને ટિકિટ ભાડામાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

ટ્રેન ઉપડ્યાના અડધા કલાક પહેલાં ટિકિટ બુક કરાવવાની રહેશે

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ, મણિનગર, સાબરમતી, ચાંદલોડિયા સ્ટેશન પર કરંટ  રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરી શકાશે. ટ્રેન ઉપડ્યાના અડધા કલાક પહેલાં ટિકિટ બુક કરાવવાની રહેશે.સ્પેશિયલ રિઝર્વેશનવાળી ટ્રેનોમાં સીટ ખાલી રહી જતી હતી તેને ભરવા માટે હવે રિઝર્વેશન કાઉન્ટર પરથી મુસાફરોને ટિકિટ ઉપલબ્ધ કરાવાશે.અમદાવાદ રેલવે સ્ટેશન પરથી હાલમાં ૭૫ જેટલી સ્પેશિયલ ટ્રેનો પસાર થઇ રહી છે. સંપૂર્ણ રિઝર્વેશનવાળી આ ટ્રેનોમાં તા.૧ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધીમાં ૮,૫૨૬ મુસાફરોએ કરંટ રિઝર્વેશન કાઉન્ટરના ઉપયોગ થકી ટિકિટ બુક કરાવી મુસાફરીનો લાભ લીધો છે.

(11:01 am IST)