Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અફઘાનિસ્તાન પાસે કરોડોનો ખજાનોઃ એશિયાનો સૌથી શ્રીમંત દેશ

અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબું, કોબાલ્ટ, સોના અને લિથિયમનો મોટો ભંડાર છે

કાબુલ,તા.૧૯: તાલિબાને અફઘાનિસ્તાન પર ફરીથી કબજો જમાવ્યો છે. હંમેશા યુધ્ધના ઓછાયામાં રહેલા આ દેશના નાગરિકો ઘણા ગરીબ છે. લોકોની સ્થિતી એટલી સારી નથી. અહીં ગરીબી ડાચું ફાડી રહી છે, પણ અફઘાનિસ્તાન પાસે એવો ખજાનો છે, જેનાથી એ એશિયાનો સૌથી શ્રીમંત દેશ બની શકે છે જે એને ભારત, ચીન અને કેટલાક દેશોને પાછળ છોડી શકે છે. આ કારણે તાલિબાન પણ આ દેશને છોડવા નથી ઇચ્છતા અને અમેરિકા, રશિયા જેવા દેશ પણ વારંવાર અહીં આવે છે.

અફઘાનિસ્તાનમાં ત્રણ લાખ કરોડ ડોલરની કિંમતનો એ ખજાનો ખનિજ સંસાધન મોજૂદ છે. અમેરિકા જિયોલોજિકલ સર્વે દ્વારા વર્ષ ૨૦૧૦માં અહી એક સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં વૈજ્ઞાનિકોને અફઘાનિસ્તાનમાં આશરે ત્રણ લાખ કરોડ ડોલરના મૂલ્યનો ખનિજના ભંડારો માલૂમ પડ્યો હતો. વર્ષ ૨૦૨૦માં અહમદ શાહ કતવાજાઇ દ્વારા એક આર્ટિકલ છપાયો હતો. વૈજ્ઞાનિકોનું માનીએ તો અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબું, કોબાલ્ટ, સોના અને લિથિયમનો મોટો ભંડાર છે. અફઘાનિસ્તાનના ખનિજ ભંડારોનો પ્રયોગ કરવામાં આવે તો એ સાઉદી અરેબિયાની બરોબરી કરી શકે છે. એમ પેન્ટાગોના વડા મથક દ્વારા કહેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં ૧,૪૦૦થી વધુ ખનિજ ક્ષેત્ર છે, જેમાં ખનિજોમાં બારાઇટ, ક્રોમાઇટ, કોલસા, તાંબુ, સોનું, લોખંડ, અબરખ, સીસું, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કીમતી અને અર્ધ કિંમતી પથ્થર, મીઠુ, સલ્ફર, જસત જેવી ધાતુ છે. આ સંસાધન હોવા છતા પ્રતિ વર્ષ આશરે ૩૦ કરોડ ડોલરનું નુકસાન થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાનનો દુર્લભ ખનિજ સંસાધન પૃથ્વી પર સૌથી મોટો છે.

(11:01 am IST)