Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કોરોનાના નવા ૩૬,૪૦૧ કેસોઃ વધુ ૫૩૦ લોકોના મોત

૨૪ કલાકમાં એકિટવ કેસોમાં ૨૪૩૧નો ઘટાડો : અત્યાર સુધીમાં કોરોના સામે રક્ષણ આપતી વેકિસનના કુલ ૫૬.૦૬ કરોડ ડોઝ અપાયા

નવી દિલ્હી, તા.૧૯: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬,૪૦૧ નવા કેસો નોંધવામાં આવ્યા છે . આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૨૩,૨૨,૨૫૮ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ વધીને ૯૭.૫૨ ટકા થઇ ગયો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.  જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૫૩૦ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪૩૩૦૪૯ થઇ ગઇ છે. એકિટવ કેસોની સંખ્યા પણ ઘટીને ૩,૬૪,૧૨૯ થઇ ગઇ છે. જે ૧૪૮ દિવસો પૈકી સૌથી ઓછા છે. જે કુલ કેસોના ૧.૧૪ ટકા થાય છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનું સૌથી ઓછુ પ્રમાણ છે. છેલ્લા ૨૪ કલાકમાં એકિટવ કેસોની સંખ્યામાં ૨૪૩૧નો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૭,૯૭,૫૫૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૪૯,૮૪,૨૭,૦૮૩ થઇ ગઇ છે.  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪૪૦ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૨૭ મોત કેરળમાં અને ૧૧૬ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૩૨,૫૧૯ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌૈથી વધુ ૧,૩૫,૨૫૫ મોત મહારાષ્ટ્રમાં થયા છે.  આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોના સામેની વેકિસનના કુલ ૫૬.૦૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

(11:00 am IST)