Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું રાજકોટમાં ભવ્ય સ્વાગત : 'જન આશિર્વાદ યાત્રા'નો પ્રારંભ

જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર છવાયો કેસરીયો માહોલ : બપોરે ખોડલધામ જવા રવાના : આઝાદીનો અમૃત મહોત્સવ 'જન આશિર્વાદ યાત્રા'ના માધ્યમથી જનાદેશ બની રહેશે : ધનસુખ ભંડેરી - નિતીન ભારદ્વાજ શહેરના ૨૦ વિવિધ રૂટ પર યાત્રાનું ફૂલોની પાંખડીથી સ્વાગત : દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજ્યું - બાળાઓ દ્વારા રાસની રમઝટ : સંતો-મહંતોના આશિર્વચન : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્વાગત સહિતની જવાબદારી સંભાળી

સ્વાગતમ્ : ભાજપની જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ આજે સવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો હતો તે વખતની તસ્વીરોમાં લોકોનું અભિવાદન ઝીલતા શ્રી માંડવિયા દર્શાય છે તેમજ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા શ્રી માંડવિયાનું સ્વાગત કરાયું તે નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં આ તકે ઉપસ્થિત સાંસદ મોહનભાઇ કુંડારિયા, સૌરાષ્ટ્ર પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તેમજ યાત્રાનું પ્રસ્થાન, બાળાઓ દ્વારા રાસની રમઝટ, મહીલા મોરચાની બહેનો દ્વારા સ્વાગત તથા ભાજપના વિવિધ સેલ, કોર્પોરેટરો, મહિલા હોકીના ખેલાડી બહેનો વગેરે યાત્રાનું સ્વાગત કરી રહેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર– ગુજરાતમાં 'જન આશિર્વાદ યાત્રા' થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન–જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે 'જન આશિર્વાદ યાત્રા'માં આજે તા.૧૯ ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે  એરપોર્ટથી પ્રારંભ થયો હતો. શહેર ભાજપ દ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું શાનદાર સ્વાગત થશે ત્યારબાદ  રેેસકોર્ષ, કીસાનપરા  ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે અને વિવિધ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભવ્ય સન્માન કરી રહ્યા હતા. 'જન આશિર્વાદ યાત્રા'ને સત્કારવા  વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાયેલ. બાળાઓ દ્વારા રાસની રમઝટ બોલાવાઇ હતી. સંતો–મહંતો આર્શિવચન તેમજ વિવિધ કલાકારોએ પોતાની કલા પીરસી હતી. સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઝંડી લગાવી કેસરીયો માહોલ સર્જવામાં આવ્યો હતો.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજયથી સુરાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વોતમ બનવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે ત્યારે  આ 'જન આશિર્વાદ યાત્રા'મા માઘ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન–જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું  ભારતને  વિશ્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ માટે પ્રાર્થના કરશે. ત્યારે આ 'જન આશિર્વાદ યાત્રા'ને સફળ અને યાદગાર બનાવવા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ   સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દિવસ–રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.

ત્યારે 'જન આશિર્વાદ યાત્રા'નંુ એરપોર્ટ સામેના ગેઈટ ખાતે  ફુલોની પાંખડીથી સ્વાગત થયેલ આ તકે સ્પોર્ટસના ખેલાડીઓ તેમજ વોર્ડ–૧, વોર્ડ–ર તથા શહેર ભાજપ રમતગમત સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કીસાનપરા ચોક ખાતે વોર્ડ–૩ તથા વોર્ડ–૭ ના અગ્રણીઓએ જવાબદારી સંભાળેલ ત્યારબાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ–૮ અને વોર્ડ–૯ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહેર યુવા ભાજપ જવાબદારી સંભાળેલ,  ત્યારબાદ વિરણી ચોક ખાતે ડોકટર સેલ, વેપાર સેલ તથા વોર્ડ–૧૦ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે બક્ષીપંચ મોરચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ–૧૩ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળેલ, ત્યારબાદ સત્યવિજય આઈસક્રીમ ખાતે સાધુ–સંતો ઉપસ્થિત રહી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવેલ અને સહકારીતા સેલ અને વોર્ડ–૧૧ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બોમ્બે હોટલ ખાતે શિક્ષણ સેલ અને વોર્ડ–૧ર જવાબદારી સંભાળેલ, ત્યારબાદ લોધાવાડ ચોક ખાતે લીગલ સેલ અને બૌઘ્ધિક સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભુતખાના ચોક ખાતે સફાઈ કામદાર સેલ અને વોર્ડ–૧૭ જવાબદારી સંભાળેલ,  ગુંદાવાડી ખાતે ગૌ સંવર્ધન સેલ અને વોર્ડ–૧૪ ના આગેવાનો જવાબદારી સંભાળેલ,  ત્યારબાદ જિલ્લા ગાર્ડન ચોક ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચો તેમજ વોર્ડ–૧૬ અને વોર્ડ–૧૮ના અગ્રણીઓ જવાબદારી સંભાળેલ, ચુનારાવાડ ચોક ખાતે માલધારી સેલ, શહેર ભાજપ અનુ.જાતી મોરચો અને વોર્ડ–૧પ જવાબદારી સંભાળેલ,  ભાવનગર રોડ શાળા નં.૧૩ સામે જયસિયારામ ગ્રુપ જવાબદારી સંભાળેલ, પટેલ વાડી ખાતે ઈમીટેશન માર્કેટ અને વોર્ડ–૬ સન્માનની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બાલક હનુમાન ખાતે ભાષાભાષી સેલ, વોર્ડ–૪, વોર્ડ–પ અને સીલ્વર એશોશીએશન સ્વાગતની જવાબદારી  સંભાળેલ, ત્યારબાદ ઓડીટોરીયમ ખાતે પુરૂષાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, રાજપુત કરણી સેના ના અગ્રણીઓ સ્વાગતની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા, ત્યારબાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં તેમજ અટલ બીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ડોકટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી વકતવ્ય આપેલ.  અને ત્યારબાદ ગોંડલ ચોકડી રવાના થઈ  જન આશિર્વાદ યાત્રા ખોડલધામ તરફ પ્રસ્થાન કરેલ. એમ અંતમાં વિગતો આપતા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

(4:00 pm IST)