Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

જમ્મુ કાશ્મીરના કટરામાં વહેલી સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સવારે 5.08 વાગ્યે આંચકો અનુભવાયો : રાજ્યમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી.

જમ્મુ અને કાશ્મીરના કટરામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. આ આંચકા ગુરુવારે સવારે 5.08 વાગ્યે અનુભવાયા હતા. અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે રાજ્યમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. ઓગસ્ટ મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાજ્યમાં 4 ઓગસ્ટના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ચાર વાગ્યે તીવ્ર ધ્રુજારી અનુભવી હતી. તે દિવસે ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. બાદમાં માહિતી આપતા જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું. જો કે, ભૂકંપના મજબૂત આફ્ટરશોક્સ હોવા છતાં, તે દિવસે પણ કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ ન હતી.

(10:38 am IST)