Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ટીનેજર્સમાં ઝડપથી વધતી એનર્જી ડ્રિન્કસ લેવાની લત

આશરે છ ટકા વિદ્યાર્થીઓ પ્રતિદિન ૩૦૦ મિલીગ્રામથી વધુ કેફિન લે છે, જે બહુ ખતરનાક છે

નવી દિલ્હી,તા. ૧૯ : દેશના યુવાઓમાં કેફિનની લત સતત વધી રહી છે. સ્કૂલોમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં બાળકોમાં પ્રતિ દિન કેફિન લેવાની માત્રા અમેરિકાના બાળકોથી બહુ વધારે છે.

યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આમાં દિલ્હીની ત્રણ સ્કૂલોના ૩૦૦ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યા હતા. એનાથી માલૂમ પડે છે કે યુવા વધુ કોફી અને ચા પીવાને કારણે કેફિનની વધુ માત્રા લઇ રહ્યા છે. જો કે વિકસિત દેશોમાં આવું નથી.

દેશમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રતિ દિન સરેરાશ ૧૨૧ મિલીગ્રામ કેફિન લે છે. જે તેમના હિસાબે બહુ વધારે છે. કોફી,ચા, કોલા બેવરેજીસ અને એર્ન્જી ડ્રિન્કસને લઇને માતાપિતા એટલા વધુ સતર્કતા નથી દાખવતા, જેથી બાળકોમાં કેફિનની લત લાગી જાય છે. આ તેમના આરોગ્યને નુકશાન પહોંચાડે છે.

અમેરિકામાં ૧૨ થી ૧૬ વર્ષ સુધીનાં વિદ્યાર્થીઓ પ્રતિદિન ૬૪.૮ મિલીગ્રામ કેફિન લઇ રહ્યા છે. જ્યારે ૧૭ થી ૧૮ સુધીના ટીનેજર્સ પ્રતિદિન ૯૬.૧ મિલીગ્રામ કેફિન લે છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં ૧૨ થી ૧૬ વર્ષના ટીનેજર્સ ૧૦૯ મિલીગ્રામ કેફિન પીએ છે અને કેનેડામાં ૮-૧૨ના બાળકોમાં ૧૦૯ મિલીગ્રામ કેફિન લે છે.

સર્વેમાં માલૂમ પડ્યું છે કે આશરે છ ટકા વિદ્યાર્થીઓ પ્રતિ દિન ૩૦૦ મિલીગ્રામથી વધુ કેફિન લે છે, જે બહુ ખતરનાક છે આ પ્રકારે આશરે ૯૭ વિદ્યાર્થીઓ કોઇને કોઇ પ્રકારે કેફિન લે છે. જે તણાવ વધારે છે.

(10:14 am IST)