Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

લોકરને નુકસાન થશે તો મળશે વળતર : બેન્ક ભાડાની ૧૦૦ ગણી રકમ મળશે

બેન્ક લોકર માટે રિઝર્વ બેન્કે નિયમોમાં સુધારો કર્યો : ચોરી, આગના કિસ્સામાં બેન્ક લોકરના વાર્ષિક ભાડાંની ૧૦૦ ગણી રકમની બેન્કની જવાબદારી

મુંબઈ,તા.૧૯: રિઝર્વ બેન્કે બેન્કમાં લોકર રાખવા માટેની ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. હવે બેન્કમાં આગ, ચોરી, બિલ્ડિંગ ધ્વસ્ત થઈ જવું, કે બેન્ક કર્મચારી દ્વારા ફ્રોડ જેવા કિસ્સામાં લોકરના વાર્ષિક ભાડાંના ૧૦૦ ગણી રકમની બેન્કની જવાબદારી રહેશે. નવા લોકર ખાતા સાથે ટર્મ ડિપોઝીટ લેવાની બન્કોને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી અમલી બનશે. નવા અને હાલના સેઈફ ડિપોઝીટ લોકર બન્ને માટે આ નિયમ લાગુ પડશે.

આરબીઆઈએ જાહેર કરેલી નવી ગાઈડલાઈન મુજબ બેન્ક દ્વારા લોકર એગ્રીમેન્ટમાં એક કલમ ઉમેરવામાં આવશે જે મુજબ લોકરમાં કોઈપણ ગેરકાયદેસર કે હાનિકારક વસ્તુ રાખી શકાશે નહીં. આવી વસ્તુઓ રાખવા માટે બેન્ક લોકરનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા આરબીઆઈએ આ નવી જોગવાઈ ઉમેરી છે. જો લોકરમાંથી આવી કોઈ વસ્તુ મળશે તો ગ્રાહક સામે કાર્યવાહી કરવાની બેન્કને સત્ત્।ા રહેશે.

બેન્કોએ સાઈબર સિકયોરિટી ફ્રેમવર્ક સાથેની કોર બેન્કિંગ સિસ્ટમ(CBS)માં દરેક બ્રાન્ચ મુજબ ખાલી લોકર્સની વિગત મેઈન્ટેઈન કરવાની રહેશે અને વેઈટ-લિસ્ટ રાખવાનું રહેશે. તેને કારણે લોકર્સની ફાળવણીમાં પારદર્શકતા આવશે. જે-તે સમયે લોકર ખાલી ન હોય તો અરજદારને વેઈટ લિસ્ટ નંબર આપવાનો રહેશે. ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશને નક્કી કરેલા મોડેલ લોકર એગ્રીમેન્ટનું બેન્કોએ પાલન કરવાનું રહેશે.

આરબીઆઈએ કોમ્પેન્સેશન પોલિસી અને લાયેબિલિટીના પણ વિગતવાર નિયમો જાહેર કર્યા છે. લોકરમાં રહેલી વસ્તુને નુકસાન થાય કે ગુમ થાય તો તેવા સંજોગોમાં બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પોલિસી મુજબ બેન્કની જવાબદારી નક્કી થશે. ભૂકંપ, પૂર, વીજળી પડવી, ચક્રવાત કે અન્ય કોઈ કુદરતી આફત અથવા ગ્રાહક દ્વારા દર્શાવાયેલી બેદરકારીને કારણે જો નુકસાન થાય તો તેના માટે બેન્ક જવાબદાર નહીં રહે. જોકે બેન્કોએ પણ આવી દ્યટનાઓ સામે લોકર સલામત રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

આગ, ચોરી, લૂંટ, કે બેન્કના કર્મચારીઓ દ્વારા ફ્રોડ જેવી ઘટનામાં લોકરની વસ્તુનું નુકસાન થાય કે ગુમ થઈ જાય તો તેવા સંજોગોમાં બેન્કની જવાબદારી રહેશે. આવા સંજોગોમાં લોકરનું વાર્ષિક ભાડું હોય તેના ૧૦૦ ગણી રકમ સુધીની જવાબદારી બેન્કની રહેશે.લોકરના ભાડાં અંગે આરબીઆઈએ કહ્યું હતું કે લોકરનું ભાડું તાત્કાલિક મળી જાય તે માટે લોકર ફાળવતી વખતે બેન્ક ટર્મ ડિપોઝીટ લઈ શકશે, જેમાં ત્રણ વર્ષનું ભાડું અને ઉપરોકત કિસ્સામાં લોકર ખોલવા માટેના ચાર્જ આવરી લેવાશે.

જોકે બેન્કોએ વર્તમાન ગ્રાહકો પાસેથી ટર્મ ડિપોઝીટનો આગ્રહ ન રાખવો જોઈએ અને જે ગ્રાહકના લોકર ખાતા સંતોષજનક રીતે કાર્યરત હોય તેમને આ માટે બળજબરી ન કરવી જોઈએ. જો ગ્રાહક સતત ત્રણ વર્ષ સુધી લોકરનું ભાડું ન ચૂકવે તો તેવા સંજોગોમાં બેન્ક ગ્રાહકનું લોકર તોડી શકશે અને જરૂરી પ્રક્રિયા કરી શકશે.દેશની એક મોટી સરકારી બેન્ક શહેરી અને મેટ્રો વિસ્તારોમાં સ્મોલ સેઈફ ડિપોઝીટ લોકર માટે વાર્ષિક ડ્ડ૨૦૦૦દ્ગફ્રત્ન ભાડું લે છે અને મધ્યમ કદના લોકર માટે ડ્ડ૪૦૦૦દ્ગફ્રત્ન ભાડું લે છે. મોટા લોકર માટેનું વાર્ષિક ભાડું તે ડ્ડ૮૦૦૦ લે છે. તેના પર જીએસટી પણ લાગે છે.

આરબીઆઈએ અન્ય મહત્વનો ફેરફાર એ કર્યો છે કે લોકર ખાતું જે વ્યકિતનાં નામે છે તે વ્યકિતનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં તેમના સ્વજન કે નોમિનીને કલેઈમની તારીખના ૧૫ જ દિવસમાં લોકરની તમામ વસ્તુ સોંપી દેવાની રહેશે. આ માટે મૃતક વ્યકિતનો મરણનો દાખલો અને કલેઈમ કરનાર વ્યકિત(સ્વજન કે નોમિની)ની યોગ્ય ઓળખ સંતોષજનક રીતે આપવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેન્કને આદેશ કર્યો હતો કે લોકર અંગેની વ્યવસ્થામાં છ મહિનામાં સુધારા કરો. જસ્ટિસ એમ.એમ. શાંતનાગૌડર અને વીનિત સરણની બેન્ચે કહ્યું હતું કે ઙ્કલોકરની સર્વિસ માટે સતત માંગ વધી રહી છે ત્યારે લોકર આવશ્યક સેવા બની ગઈ છે. ટેકનોલોજીમાં ઝડપી સુધારાને કારણે ડ્યૂઅલ કી-ઓપરેટેડ લોકરની જગ્યાએ હવે ઈલેકટ્રોનિકલી ઓપરેટેડ લોકર આવી ગયા છે. આવા સંજોગોમાં ગ્રાહકની જાણ કે મંજૂરી વગર ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકર સાથે ચેડાં થઈ શકે છે.ઙ્ખ કોર્ટે કહ્યું હતું કે ગ્રાહકે તો બેન્કની દયા પર જ જીવવું પડે છે. બેન્ક સાવ હાથ અદ્ઘર ન કરી શકે અને લોકર બાબતે તેની જવાબદારી નક્કી કરવી પડે.

બેન્કોએ સ્ટ્રોંગ રૂમની એન્ટ્રી અને એકિઝટ તથા કોમન એરિયાને સીસીટીવી કેમરા હેઠળ રાખવાના રહેશે અને તેનું ઓછામાં ઓછું ૬ મહિનાનું રેકોર્ડિંગ સાચવવાનું રહેશે. કોઈ ગ્રાહક ફરિયાદ કરે કે તેનું લોકર તેની જાણ બહાર ખોલવામાં આવ્યું છે અથવા તેના લોકરમાંથી ચોરી થઈ છે કે સુરક્ષામાં છીંડા માલૂમ પડે તો બેન્કે પોલીસ તપાસ પૂરી થાય અને વિવાદનો ઉકેલ આવી જાય ત્યાં સુધી સીસીટીવી રેકોર્ડિંગ સાચવવાનું રહેશે.

  • રિઝર્વ બેન્કે નિયમોમાં સુધારો કર્યો

. નવા લોકર ખાતા સાથે ટર્મ ડિપોઝીટ લેવાની બન્કોને મંજૂરી

. ચોરી, આગ જેવા કિસ્સામાં બેન્ક લોકરના વાર્ષિક ભાડાંની ૧૦૦ ગણી રકમની બેન્કની જવાબદારી

. લોકરમાં કોઈપણ ગેરકાયદેસર કે હાનિકારક વસ્તુ રાખી શકાશે નહીં

. નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી અમલી બનશે, નવા અને હાલના સેઈફ ડિપોઝીટ લોકર બન્ને માટે આ નિયમ લાગુ પડશે

. મૃત્યુના કિસ્સામાં કલેઈમના ૧૫ જ દિવસમાં લોકરની વસ્તુ સ્વજન-નોમિનીને સોંપવાની રહેશે

(10:13 am IST)