Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ખેડૂતોએ ખોટી આગાહી કરીને ગેરમાર્ગે દોરવા બદલ ભારતીય હવામાન ખાતા વિરૂદ્ઘ કોર્ટમાં જવાની ધમકી આપી

ખોટી આગાહીના પગલે તેઓ યોગ્ય સમયે પાકની વાવણી કરી શકયા નહી, અથવા તો પાકની વાવણી કર્યા બાદ આગાહી મુજબ વરસાદ ન પડયો જેના કારણે તેઓના પાક બળી ગયા છે

ભોપાલ,તા. ૧૯ : મધ્ય પ્રદેશના માળવા વિસ્તારના ખેડૂતોએ ખોટી આગાહી કરીને ગેરમાર્ગે દોરવા બદલ ભારતીય હવામાન ખાતા વિરૂદ્ઘ કોર્ટમાં જવાની ધમકી આપી હતી. ખેડૂતોએ દાવો કર્યો હતો કે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી ખોટી આગાહીના પગલે તેઓ યોગ્ય સમયે પાકની વાવણી કરી શકયા નહી, અથવા તો પાકની વાવણી કર્યા બાદ આગાહી મુજબ વરસાદ ન પડયો જોના કારણે તેઓના પાક બળી ગયા છે.

જો કે ભારતીય હવામાન ખાતાના એક વૈજ્ઞાાનિકે કહ્યું હતું કે ભારતીય હવામાન ખાતાએ ચોમાસા અંગે જે આગાહી કરી હતી તેની વિરૂદ્ઘમાં  હવામાનની આગાહી કરતી કોઇ ખાનગી એજન્સી દ્વારા વહેલુ ચોમાસુ શરૂ થવાની આગાહી કરવામાં ાવી હતી જેના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાયા હતા. તેમણે તો વળી ખેડૂતોનો દોષ કાઢતા એમ કહ્યું હતું કે ખેડૂતોએ પાકની વાવણી કરતા પહેલાં હવામાન અંગેની તમામ વિગતો અગાઉથી મેળવી લેવી જોઇએ

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહી ખોટી પડી છે, જેના કારણે અમને ખૂબ મોટુ નુકસાન થયું છે એમ ભારતીય કિસાન સંદ્યના માળવા પ્રદેશના પ્રવકતા ભારતસિદ્ય બૈસે બુધવારે પીટીઆઇ સાથે વાત કરતાં કહ્યું હતું. તે સાથે સિંઘે એમ પણ કહ્યું હતું કે હવામાન અંગે ખોટી આગાહી કરવા બદલ અને તેના પગલે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લેતાં તેઓ હવામાન ખાતા વિરૂદ્ઘ કોર્ટંમાં જવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે અને આ અંગે ટૂંક સમયમાં જ નિર્ય લેવાઇ જશે.

ઉજ્જૈન સ્થિત ખેડૂતોના નેતા સિંદ્યે કહ્યું હતું કે હવામાન ખાતાએ જયારે ચોમાસું શરૂ થવાની આગાહી કરી ત્યારે ખેડૂતોએ ખેતરોમાં પાકની વાવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, પરંતુ ખોટી આગાહીના પગલે ખેડૂતોને આર્થિક નુકસાન થવા ઉપરાંત તેઓના વાવેલા પાક પણ બળી ગયા હતા. હવામાન ખાતાની ખોટી આગાહીના કારણે ેકલા ઉજ્જૈન પ્રદેશમાં જ ૩૦૦ થી ૪૦૦ હેકટર જેટલી જમીન કોઇપણ જાતનો ુપયોગ કર્યા વિનાની પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સંજોગોમાં હવે ખેડૂતો હવામાન ખાતાની આગાહી પર સહેજપણ વિશ્વાસ કે ભરોસો રાખી શકે તેમ નથી એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા સહિતના વિશ્વના અનેક દેશોના હવામાન વિભાગ દ્વારા હવામાન અંગે કરવામાં આવતી આગાહી એકદમ સચોટ હોય છે અને તેના આધારે ખેડૂતો પાક લેવાની તૈયારીઓ કરી શકે છે.

(10:09 am IST)