Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અમેરિકા, બ્રાઝિલ અને રશિયામાં કોરોના વકર્યો

એક દિવસમાં કોરોનાથી થયા અધધધ ૨૭૦૦ લોકોના મોત : ૩ દેશોની હાલત બની દયામણી

અમેરિકામાં ૧૦૧૭, બ્રાઝિલમાં ૧૧૦૬ ના મોત : રશિયામાં ૭૯૯ લોકો કોરોનાથી મરણ પામ્યા

નવી દિલ્હી,તા. ૧૯: કોરોનાને કારણે એક દિવસમાં અમેરિકામાં ૧૦૧૭, બ્રાઝિલમાં ૧૧૦૬ અને રશિયામાં ૭૯૯ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાને કારણે એક દિવસમાં ૧૦૧૭ લોકોના મોત થયા છે. મધ્ય એપ્રિલથી આ સંખ્યા સૌથી વધુ છે. બાયડન સરકારે સ્વીકાર્યું છે કે સંક્રમણની ગતિ ઝડપી છે. આ જ કારણ છે કે હવે ઘણી જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એરપોર્ટ, વિમાન, ટ્રેન અને બસોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. અહીં ટેકસાસના ગવર્નર ગ્રેગ એબોટ કોરોના સંક્રમિત થયા છે.

યુ.એસ. માં, રસીકરણની ઝડપ ઓછી હોય તેવા સ્થળોએ કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ વધુ ઘાતક બની રહ્યું છે. અગાઉના મહિનાઓમાં, યુ.એસ. માં સરેરાશ દૈનિક મૃત્યુની સંખ્યા ૭૬૯ હતી. જે હવે વધ્યો છે.

વિશ્વના અનેક દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ કહેર વરસાવી રહ્યો છે. અમેરિકામાં ૪ માસ બાદ મરનારાની સંખ્યા ૧૦૦૦ ઉપર થઇ છે.

(10:08 am IST)