Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તમામ અટકળોનો અંત : સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ તરીકે નવ વ્યક્તિઓની ભલામણ કરતો કોલેજિયમનો ઠરાવ ટોપ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત


ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરેલા નવ વ્યક્તિઓના નામ આજ બુધવારે ટોપ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત કરીને તમામ અટકળોનો અંત લાવી દીધો છે..

આ નવ વ્યક્તિઓમાં ન્યાયમૂર્તિઓ એ.એસ.ઓકા, વિક્રમ નાથ, જે કે મહેશ્વરી, હિમા કોહલી, બીવી નાગરથના, સી ટી રવિકુમાર, એમ એમ સુંદરેશ, બેલા ત્રિવેદી અને વરિષ્ઠ વકીલ પી એસ નરસિંહનો સમાવેશ થાય છે.

ભલામણ કરાયેલા વ્યક્તિઓમાંથી ત્રણ મહિલા ન્યાયાધીશોમાંથી છે . જેમાં હિમા કોહલી, બીવી નાગરથના અને બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિ, પીએસ નરસિંહ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ વકીલ છે.

જો નરસિંહના નામની  ભલામણને કેન્દ્ર સરકાર મંજૂરી આપવામાં આવશે  તો તેઓ બારમાંથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશ તરીકે નિયુક્ત થનાર નવમા વકીલ હશે.

ઉલ્લેખનીય છે કે કોલેજિયમના ન્યાયાધીશોએ હસ્તાક્ષર કર્યા તે પહેલા આજે સવારે નવ વ્યક્તિઓના નામ  વિવિધ મીડિયા આઉટલેટ્સ દ્વારા પ્રકાશિત કરી દેવામાં આવ્યા હતા.જે બદલ ચીફ જસ્ટિસ એન.વી.રમણાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)