Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાને મહિલાઓ માટે બનાવ્યાં 10 ભયાનક નિયમો : ટાઈટ કપડા પહેરવાથી માંડીને સેન્ડલ પહેરવા પર પ્રતિબંધ

નિયમોનું પાલન ન કરનાર માટે કરાઈ આકરી સજાની જાહેરાત: મહિલાઓ ઘરની બાલ્કની અથવા બારી પર દેખાતી ન હોવી જોઈએ : મહિલાઓએ કોઈપણ જાહેર મેળાવડામાં ભાગ ન લેવો જોઈએ: સ્ત્રીઓ નેઇલ પેઇન્ટ નહીં લગાવી શકે, ન તો તેઓ સ્વેચ્છાએ લગ્ન કરવાનું વિચારી શકે

નવી દિલ્હી :તાલીબાની રાજમાં મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદા બનાવવામાં આવે છે. જે માનવઅધિકારનો ભંગ છે. શરિયા કાયદા અનુસાર મહિલાઓના તમામ અધિકાર છીનવાઈ જાય છે. વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન હતું, તે સમયે મહિલાઓ  ખૂબ જ સહન કર્યું છે. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ  તેમના નિયમ અનુસાર રહેવું પડશે.


તાલીબાનના 10 એવા નિયમો

- મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી નહીં શકે.
- મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે.
- મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહીં શકે.
- સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ.
- ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ઘરની અંદરની મહિલાઓ જોવા ન મળે.
- મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તરો અને ઘરમાં લગાવેલ ન હોવી જોઈએ.
- કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે.
- મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ.
- કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહીં લઈ શકે.
- મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહીં કરી શકે.
- મહિલાઓ નિયમ નહીં માને તો થશે સજા

તાલીબાન તેમની બર્બર સજાઓ માટે ખૂબ જ કુખ્યાત છે. મહિલાઓ માટે બનાવવામાં આવેલ નિયમને તોડવામાં આવશે તો તે વ્યક્તિને ક્રૂર સજા આપવામાં આવશે. તાલીબાન રાજ દરમિયાન મહિલાઓનું સાર્વજનિક રીતે અપમાન કરવું અને તેમને માર મારીને મારી નાંખવી તે ખૂબ જ સામાન્ય સજા હતી. અડલ્ટ્રી કે અવૈધ સંબંધો રાખવાથી મહિલાઓને સાર્વજનિક રીતે મારી નાંખવામાં આવતી હતી.
ટાઈટ કપડા પહેરે તો પણ તેમને આ જ સજા આપવામાં આવે છે. જો કોઈ યુવતી અરેન્જ મેરેજ કરીને ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો તેમનું નાક અને કાન કાપીને મરવા માટે છોડી દેવામાં આવે છે. જો કોઈ મહિલા નેઈલ પેન્ટ કરે તો તેમની આંગળી કાપીને ક્રૂર સજા આપવામાં આવે છે

(12:00 am IST)