Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

દેશમાં કોરોના વિરોધી વેક્સિનના 56 કરોડથી વધુ ડોઝ અપાયા :44 કરોડ પ્રથમ અને 12 કરોડથી વધુ બીજા ડોઝ

સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી છ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વિરોધી વેક્સિનના 56 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાંથી આશરે 44 કરોડ પ્રથમ અને 12 કરોડથી વધુ બીજા ડોઝ સામેલ છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી છ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલય પ્રમાણે કેન્દ્ર તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને અત્યાર સુધી 57.88 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને 18.62 લાખ ડોઝ જલદી ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોની પાસે હજુ 94 લાખ ડોઝ હાજર છે.

(12:48 am IST)